અછોડાતોડ થ્રી લેયર બંદોબસ્ત ભેદી ગયાં! ઃ માત્ર ૨ કલાકમાં જ ૪ અછોડા તૂટ્યા

વડોદરા
શહેરમાં અછોડા તોડ ગેંગ ફરી સક્રિય બની છે અને પોલીસને પડકાર ફેંકતી હોય તેમ એક બાદ એક અછોડો તોડવાની વારદાતને અંજામ આપી રહી છે. ત્યારે શહેરના નીઝામપુરા વિસ્તારમાં બે પુરુષના, પ્રદર્શન મેદાન પાસે એક વૃદ્ધા તેમજ કારેલીબાગ બાલભવન પાસે પાછળથી પૂરઝડપે મોટરસાયકલ પર ઘસી આવેલા બે લૂંટારૂઓ દ્વારા સોનાની ચેન તોડી લૂંટારાઓ પલાયન થઇ જતા ચકચાર મચી ગઇ હતી. સમગ્ર મામલે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બાઇક સવાર અછોડા તોડ ગેંગને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
ગત રોજ ગુજરાતમા લોકસભાની ચૂંટણીને લઇને મતદાન થયું હતુ જેમાં કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસે લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જયાં સ્ટ્રોગરૂમ છે ત્યાં પણ પોલીસનુ થ્રી લેયર પોલીસનો બંદોબસ્ત છે છતા આવા લોખંડી બંદોબસ્તને તસ્કરોએ ખુલ્લો પડકાર ફેક્યો હતો અને બે કલાકની અંદર જ ચાર જગ્યા પરથી અછોડા ગેંગ અછોડો તોડીને ફરાર થઇ ગયા હતા. પોલીસે સીસીટીવીની મદદથી અછોડા તોડ ગેંગને શોધવાની તજવીજ હાથ ધરી છે.
શહેરના દાંડીયાબજાર વિસ્તારમાં આવેલ ઇન્દ્રપ્રસ્થ એપાર્ટમેન્ટમાં રહેતા પ્રતિમાબેન પુરાણીક અન્ય મહિલાઓ સાથે વહેલી સવારે મોર્ન્િંાગ વોકમાં નીકળ્યા હતા. તેઓ ચાલતા ચાલતા મહિલાઓ સાથે પ્રદર્શન મેદાન તરફ ગયા હતા તે સમયે વૃદ્ધા મહિલાઓ સાથે વાતો કરતા કરતા આગળ વધી રહ્યા હતાં. ત્યારે બાઇક પર સવાર બે ગઠીયા મહિલાઓ પાસે આવ્યા હતા અને પાછળ બેઠેલો સખસે પ્રતિમાબેનના વૃદ્ધાના ગળામાં હાથ નાખીને સોનાનું મંગળસૂત્ર આંચકી લીધું હતું અને બંન્ને શખસો બાઇક લઇને પલાયન થઇ ગયા હતાં. વૃદ્ધ સહિતની મહિલાઓએ બૂમાબૂમ કરી હોવા છતા બાઇક સવાર ગઠીયાઓ ફરાર થવામાં સફળ થઇ ગયા હતાં. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરાતા રાવપુરા પોલીસ ઘટના સ્થળએ દોડી આવી હતી. રાવપુરા પોલીસે વૃદ્ધાની ફરિયાદને આધારે ઘટના સ્થળએ પહોંચી સીસીટીવી કેમેરાના આધારે કાર્યવાહી હાથ ધરી બાઇક સવાર ગઠિયાને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. વૃદ્ધાનું મંગળસૂત્ર તોડી જનાર બંન્ને ગઠિયાઓની શોધખોળ કરવા માટે સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે તેઓ ક્યાંથી આવ્યા હતા અને કઇ દિશામાં ભાગ્યા હતા તેમની શોધખોળ કરાઇ રહી છે.
બીજા બનાવમાં શહેરના નિઝામપુરા વિસ્તારમાં રહેતા સ્વેતલ અને સંદીપ નામના વ્યક્તિઓ વહેલી સવારે મોર્ન્િંાગ વોકમાં નિકળ્યા હતા. એક વ્યક્તિ કમાટીબાગ જયારે અન્ય એક વ્યક્તિ નિઝામપુરા સ્થિત બીબીએ યુનિ. ગ્રાઉન્ડ ખાતે મોર્ન્િંાગ વોકમાં નિકળ્યા હતા. ત્યારે બાઇક પર આવેલા અજાણ્યા બે ઇસમો તેમનો અછોડો તોડી ફરાર થઇ ગયા હતા. બનાવ મામલે ફતેગંજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તેવી જ રીતે બાલભવન પાસે પણ એક વ્યક્તિનો અછોડો તૂટ્યો હોવાનું માલુમ પડ્યું હતું. પરંતુ સત્તાવાર રીતે જાણવા મળેલ નથી જેથી સયાજીગંજ પોલીસે તપાસ શરૂ કરી છે.
બે વર્ષ પહેલાં ૨૪ કલાકમાં ૩ અછોડા તૂટ્યા હતા
પહેલા બનાવમાં ન્યૂ.વી.આઇ.પી રોડ પર રહેતી મહિલા અરૂણાબેન ત્રિવેદી ૬.૪૫ કલાકે ચાલવા નિકળી હતી તે સમયે તેમની દોઢ તોલાની ચેઇન તોડીની તસ્કરો પલાયન થઇ ગયા હતા.બીજા બનાવમાં ગંગોત્રીબેન રાય પણ વહેલી સવારે તેમના ઘરેથી ચાલવા નીકળ્યા હતા ત્યારે પાછળથી આવેલા તસ્કરોએ તેમના ગળામાંથી દોઢ તોલાનો અછોડો તોડીની રફૂચક્કર થઇ ગયો હતો ત્રીજા બનાવમાં જશોદાબેન સોલંકીનો પણ અછોડો તોડી તસ્કરો પલાયન થઇ ગયા હતા.
અછોડા તૂટવાની ઘટનાઓની તવારિખ
૮મે ૨૦૨૩ના રોજ અટલાદરા વિસ્તારમાં રહેતા નિમિશાબેન મરણ પ્રસંગે જઇ પરત પોતાના ઘરે મુજમહુડા વિસ્તારમા આવતા હતા તે સમયે અક્ષર ચોક પાસે તેમની બાઇક સવાર બે જણાએ દોઢ તોલાની ચેઇન તોડીને પલાયન થઇ ગયા હતા. ૬ સપ્ટે. ૨૦૨૩ના હરણી વિસ્તારમાં રહેતા પ્રવિણાબેન સંજયભાઇ પટણી તેમની સહેલીને મુક્તાનંદ ઘરે મૂકીને પરત પોતાના ઘરે જતા હતા તે સમયે તેમની ૯૦ હજારની કિંમતનો અછોડો તૂટ્યો હોવાની ફરિયાદ હરણી પોલીસ મથકમાં નોંધાઇ હતી.
ચાર અછોડા તૂટતાં આખું પોલીસતંત્ર એકશનમાં આવ્યું
શહેરમા અવાર નવાર અછોડા તૂટવાના બનાવો સામે આવતા હોય છે. પરંતુ છેલ્લા બે વર્ષ બાદ એક સાથે બે કલાકમાં ચાર અછોડા તૂટતા આખુ પોલીસ તંત્ર એકશનમાં આવી ગયું હતું છે જેમા પીસીબી, ડીસીબી, એસઓજી સહિત શહેર પોલીસ તંત્ર અજાણ્યા બાઇક સવાર અછોડા ગેંગને ઝડપી પાડવા માટે એકશનમાં આવી ગયું છે.
અછોડાતોડો સીસીટીવીમાં કેદ
ગત રોજ લોકસભાની ચૂંટણીની મતદાન પૂર્ણ થયુ અને પોલીસે રાહતનો શ્વાસ લે તે પહેલાત શહેરના અલગ અલગ વિસ્તારમાં અછોડા તોડ બાઇક ગેંગ સક્રિય થતા પોલીસ એકશનમાં આવી હતી. પોલીસે ચૂંટણીને લઇને શહેરમાં ઠેર ઠેર વાહન ચેકિંગ સહિતની કામગીરી હાથ ધરી હતી. જેને લઇને કોઇ અનિચ્છનિય બનાવ બનવા પામ્યો ન હતો. પરંતુ ગત રોજ ચૂંટણી મતદાન પૂર્ણ થતાની સાથે તસ્કરોએ ફરી શહેરમાં માથુ ઉચક્યુ હતું. તસ્કરો જે સ્થળેથી અછોડા તોડયા ત્યાંથી શહેરના અલગ અલગ વિસ્તારમાં પસાર થતા હતા તે સમયે તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થવા પામ્યા હતાં. પોલીસે તે સીસીટીવીની મદદથી તસ્કરોની શોધખોળ હાથ ધરી છે. તેમજ અગાઉ અછોડા તોડમાં ઝડપાયેલા આરોપીઓની પણ પોલીસે પૂછપરછ કરી હતી. શહેરમાં ફક્ત બે કલાકમાંજ પોલીસ પેટ્રોલિગના ધજાગરા ઉડાવતા તસ્કરોને શોધી કાઢવા માટે પોલીસે એડીચોટીનુ જાેર લગાવી દીધુ હતું.
સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution