યુએનએ તહરીક-એ-તાલિબાન અને પાકિસ્તાની નેતા મૂતી નૂર વાલીને વૈશ્વિક આતંકી જાહેર કર્યો

વોશિંગ્ટન-

સંયુકત રાષ્ટ્ર્રએ પાકિસ્તાની આતંકી સંગઠન તહરીક-એ-તાલીબાન પાકિસ્તાનના નેતા મુતી નૂર વાલી મહસૂદને વૈશ્રિ્‌વક આતંકવાદી જાહેર કર્યો છે. સંયુકત રાય સુરક્ષા પરિષદ ૧૨૬૭ અલ-કાયદા પ્રતિબંધ સમિતિએ પોતાની આઈએસઆઈએલ અને અલ કાયદા પ્રતિબંધ યાદીમાં મહસૂદનું નામ જાેડયું છે. અમેરિકાએ યૂનોના આ નિર્ણયનું સ્વાગત કયુ છે.

અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટે ટવીટ કરી આ નિર્ણયનું સ્વાગત કયુ છે. ટવીટમાં કહ્યું છે કે, આ પગલું સ્વાગતયોગ્ય છે કે સંયુકત રાષ્ટ્ર્રએ તહરીક-એ-તાલીબાન પાકિસ્તાનના નેતા મુતી નૂર વાલી મહસૂદને વૈશ્વિક આતંકી જાહેર કર્યો છે. તહેરીક-એ-તાલીબાન પાકિસ્તાન, પાકિસ્તાનમાં અનેક આતંકી હુમલા માટે જવાબદાર છે. સપ્ટેમ્બર ૨૦૧૯માં સંયુકત રાષ્ટ્ર અમેરિકાએ નૂર વલીને આતંકી જાહેર કયેર્ા હતો.

તહરીક-એ-તાલીબાન પાકિસ્તાન જેને પાકિસ્તાનમાં તાલીબાન તરીકે ઓળખવામાં આવે છે તે અનેક આત્મઘાતી હુમલાને અંજામ આપવા માટે જવાબદાર છે. આ હુમલામાં અનેક નિર્દોષ લોકો મોતને ભેટયા હતા.

નૂર વલી જેને મુતી નૂર વલી મહસૂદના નામે પણ ઓળખવામાં આવે છે તેને જૂન-૨૦૧૮માં મુલ્લા ફઝલુલ્લાહની મોત બાદ સંગઠનનો નેતા બનાવવામાં આવ્યો હતો. અમેરિકી વિદેશ વિભાગ અનુસાર નૂર વલીના નેતૃત્વમાં તહેરીક-એ-તાલીબાન પાકિસ્તાને પાકિસ્તાન સહિત અનેક દેશમાં આતંકી હુમલાની જવાબદારી લીધી છે. 

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution