અમ્પાયર રિચર્ડ ઇલિંગવર્થ ભારત માટે પનોતી ૬ વર્લ્ડકપમાં હારનો સામનો કરવો પડ્યો હતો


 બાર્બાડોસ:ફાઇનલ મેચ માટે મેદાન પરના અમ્પાયર ક્રિસ ગેફની અને રિચર્ડ ઇલિંગવર્થ હશે. જ્યારે ટીવી અમ્પાયર રિચાર્ડ કેટલબોરો રહેશે. રોડની ટકરનો ચોથા અમ્પાયર તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. અમ્પાયર રિચર્ડ કેટલબરોના ઘણા ર્નિણયો ટીમ ઈન્ડિયા વિરુદ્ધ ગયા છે. ભારત સાથેનો તેનો અનુભવ ખાસ કરીને નોકઆઉટ મેચોમાં ઘણો ખરાબ છે. આવી સ્થિતિમાં આ શાનદાર મેચ પહેલા ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધી શકે છે. રિચર્ડ ટીમ ઈન્ડિયાની ૬ નોકઆઉટ મેચોમાં અમ્પાયર રહી ચૂક્યા છે. ખાસ વાત એ છે કે આ બધામાં ભારતને હારનો સામનો કરવો પડ્યો છે. રિચર્ડ ્‌૨૦ વર્લ્ડ કપ ૨૦૧૪ ફાઈનલ, ૨૦૧૬ સેમીફાઈનલ, ૨૦૧૫ વર્લ્ડ કપ સેમીફાઈનલ, ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૧૭ ફાઈનલ, ૨૦૧૯ અને ૨૦૨૩ વર્લ્ડ કપ ફાઈનલમાં અમ્પાયર હતા. જેમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. રિચર્ડ ઇલિંગવર્થ ભારતની ઘણી નોકઆઉટ મેચોમાં અમ્પાયર પણ રહી ચૂક્યા છે. આ તમામમાં ટીમ ઈન્ડિયાની હાર થઈ છે. ઇલિંગવર્થ ૨૦૧૯ વર્લ્ડ કપની સેમિફાઇનલમાં અમ્પાયર હતા. આ સાથે તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ૨૦૨૧ અને ૨૦૨૩ની ફાઈનલમાં પણ અમ્પાયર હતો. આ મેચોમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution