દિલ્હી-
દિલ્હીની કોર્ટે ફેબ્રુઆરીમાં ઉત્તર-પૂર્વ દિલ્હીમાં થયેલા કોમી હિંસાના કેસમાં ધરપકડ કરવામાં આવેલા જેએનયુના પૂર્વ વિદ્યાર્થી ઉમર ખાલિદની ન્યાયિક કસ્ટડી 22 ઓક્ટોબર સુધી લંબાવવા આદેશ કર્યો છે. પોલીસ કસ્ટડીની મર્યાદા ગુરુવારે પૂર્ણ થયા બાદ ખાલિદને વીડિયો કોન્ફરન્સ દ્વારા એડિશનલ સેશન્સ જજ અમિતાભ રાવત સામે રજૂ કરવામાં આવ્યો હતો. ખાલિદની કડક આતંકવાદ વિરોધી કાયદા ગેર-કાયદે પ્રવૃતિ (રોકથામ) કાયદા એટલે કે યુએપીએ હેઠળ 13 સપ્ટેમ્બરની ધરપકડ કરવામાં આવી હતી.
ગુરુવારે થયેલી સુનાવણી દરમિયાનપોલીસે ખાલિદની કસ્ટડી માંગી નહતી. પોલીસે ફઆઈઆરમાં દાવો કર્યો હતો કે કોમી હિંસા પૂર્વ આયોજિત કાવતરું હતું, જેને કથિત રૂપથી ખાલિદ તેમજ અન્ય બે લોકોએ અંજામ આપ્યો હતો. ખાલિદ વિરુદ્ધ રાજદ્રોહ, હત્યા, હત્યાનો પ્રયાસ, ધર્મના આધારે વિવિધ સમુદાયમાં વૈમનસ્યા ઊભું કરવું અને હિંસા ભડકાવવાના આરોપો હેઠળ કેસ દાખલ કરાયા છે.