લંડન-
યુનાઇટેડ કિંગ્ડમના વડાપ્રધાન બોરિસ જોહ્નસન આગામી 26 જાન્યુઆરીએ ભારતની મહેમાનગતિ માણશે. તેમણે પીએમ મોદીનું આમંત્રણ સ્વીકાર્યું છે. તેઓ પ્રજાસત્તાક દિવસની પરેડમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. ભારતની મુલાકાતે આવેલા બ્રિટનના વિદેશ પ્રધાન ડોમિનિક રાબે દિલ્હી ખાતે મંગળવારે આ આમંત્રણ સ્વીકારવામાં આવ્યું હોવાની પુષ્ટિ કરી હતી. જોહ્નસને હિંદ- પ્રશાંત ક્ષેત્રમાં ભારતને વિશાળ દેશ તરીકે ગણાવી તેમની આ મુલાકાત વડે 'ગ્લોબલ બ્રિટન' માટે એક ઉત્સાહજનક વર્ષ શરૂ થશે તેમ કહ્યું હતું. ઉપરાંત આનાથી દ્વિપક્ષીય સંબંધોમાં તેજી આવશે તેવું જણાવ્યું હતું. ડાઉનિંગ સ્ટ્રીટે કહ્યું કે નવા વર્ષના પ્રવાસમાં સંરક્ષણ અને સુરક્ષા, આરોગ્ય અને આબોહવા પરિવર્તનને મુખ્ય અગ્રતાવાળા ક્ષેત્રો તરીકે ઓળખવામાં આવ્યા છે. જોહ્નસને કહ્યું, "હું આવતા વર્ષની ભારતની મુલાકાતને લઈને ખૂબ જ આનંદ અનુભવું છું જે ગ્લોબલ બ્રિટન માટે એક પ્રોત્સાહક વર્ષ બની રહેશે અને હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મેં જે દ્વિપક્ષીય સંબંધોને હાંસલ કરવાનું વચન આપ્યું છે તેને ખૂબ વેગ આપવા માંગુ છું." યુનાઇટેડ કિંગ્ડમના વડાપ્રધાન બોરિસ જોહ્નસન આવતા વર્ષની પ્રજાસત્તાક દિવસની પરેડના મહેમાન બનશે. તેમણે આ અંગે પીએમ મોદીનું આમંત્રણ સ્વીકાર્યું છે. ગતવર્ષે બ્રેક્ઝિટ તેમજ વડાપ્રધાન તરીકેનો પોતાનો કાર્યભાર સંભાળ્યા બાદ જોહ્નસનની આ પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત બની રહેશે.