યુપીએસમાં ‘યુ’ એટલે મોદી સરકારનો યુ-ટર્ન!કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના આકરા પ્રહાર

નવી દિલ્હી: કોંગ્રેસે રવિવારે યુનિફાઈડ પેન્શન સ્કીમને લઈને કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી. કોંગ્રેસે કહ્યું કે યુપીએસમાં યુ એટલે મોદી સરકારનો યુ-ટર્ન. કેન્દ્ર સરકારે શનિવારે યુનિફાઈડ પેન્શન સ્કીમની જાહેરાત કર્યા પછી વિપક્ષે આકરા પ્રહાર શરૂ કર્યા છે. કેન્દ્રીય કેબિનેટે આ યોજનાને મંજૂરી આપી દીધી છે અને તેનાથી ૨૩ લાખ કેન્દ્રીય કર્મચારીઓને ફાયદો થશે. પહેલી જાન્યુઆરી, ૨૦૦૪ પછી સરકારી સેવામાં જાેડાયેલા કર્મચારીઓને યુપીએસ યોજનાનો લાભ મળશે. યુપીએસ હેઠળ એ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે કર્મચારીઓને પગારના ૫૦ ટકા જેટલું પેન્શન મળે.

સરકારી કર્મચારીઓની લાંબા સમયથી પડતર માંગણીઓને પૂર્ણ કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકે યુનિફાઇડ પેન્શન સ્કીમ (યુપીએસ)ને મંજૂરી આપી હતી, જે પેન્શનની ખાતરી આપે છે. યુપીએસ અંગે સરકાર પર કટાક્ષ કરતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, યુપીએસમાં ‘યુ’ એટલે મોદી સરકારનો યુ-ટર્ન! ૪ જૂન બાદ વડાપ્રધાનનું સત્તાનું ગુમાન ઉતરી ગયું છે. પ્રજાની તાકાતે તેમના ઘમંડને ચકનાચૂર કરી દીધો છે.

નોંધનીય છે કે લોકસભા ચૂંટણીના પરિણામો ૪ જૂને જાહેર થયા હતાં. જેમાં ભાજપનું ૪૦૦ બેઠકોથી વધુ જીતવાનું સપનું તૂટી ગયું હતું. ખડગેએ કહ્યું કે, ‘બજેટમાં લોંગ ટર્મ કેપિટલ ગેઈન્સ/ઇન્ડેક્સમાં પીછેહઠ, વક્ફ બિલ પણ જેપીસીને મોકલવું પડ્યું, બ્રોડકાસ્ટિંગ બિલ પાછું ખેંચ્યું અને યુપીએસસીમાં પણ લેટરલ એન્ટ્રી પાછી ખેંચી, જે તેનું ઉત્તમ ઉદાહરણ છે. કોંગ્રેસ અધ્યક્ષે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર પોસ્ટ શેર કરી લખ્યું છે કે ‘અમે જવાબદારી સુનિશ્ચિત કરવાનું ચાલુ રાખીશું અને ૧૪૦ કરોડ ભારતીયોને આ આપખુદ સરકારથી બચાવીશું!’ તમને જણાવી દઈએ કે નવી પેન્શન સ્કીમ ઓછામાં ઓછા ૧૦ વર્ષની સેવા પછી નિવૃત્તિ વખતે દર મહિને ૧૦,૦૦૦ રૂપિયાના લઘુતમ પેન્શનની ખાતરી આપે છે. ેંઁજીને કેન્દ્ર સરકારના ૨૩ લાખ કર્મચારીઓને ફાયદો થશે અને જાે રાજ્ય સરકારો પણ ેંઁજી લાગુ કરશે, તો આ યોજનાનો લાભ લેનારા કર્મચારીઓની સંખ્યા વધીને ૯૦ લાખ થઈ જશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution