સોશિયલ મીડિયા પર ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકો વચ્ચે ઘમાસાણ ચાલી રહ્યું છે. એક-બીજા પર આરોપ-પ્રત્યારોપ ચાલી રહ્યાં છે. આ વચ્ચે ફિલ્મમેકર અનુભવ સિન્હાએ ટ્વીટ કર્યુ છે કે તે બોલીવુડમાંથી રાજીનામુ આપી રહ્યાં છે. તેમના ટ્વીટ પર અલગ-અલગ રિએક્શન આવી રહ્યાં છે.
અનુભવ સિન્હા 'મુલ્ક', 'આર્ટિકલ 15' અને 'થપ્પડ' જેવી ફિલ્મો બનાવીને પ્રશંસા મેળવી ચુક્યા છે. સોશિયલ મીડિયા પર તેઓ પોતાના નિવેદનો માટે પણ જાણીતા છે. હવે તેમણે સોશિયલ મીડિયા પર બોલીવુડમાંથી રાજીનામુ આપવાનો મેસેજ લખ્યો છે. તેમણે લખ્યુ- બહુ થઈ ગયું, હવે હું બોલીવુડમાંથી રાજીનામુ આપી રહ્યો છું. હવે તેનો જે મતલબ હોય. તેમણે પોતાની પ્રોફાઇલમાં પણ ફેરફાર કર્યો છે. તેમણે અનુભવ સિન્હાને અનુભવ સિન્હા (બોલીવુડમાંથી નહીં) કરી દીધું છે.
ફિલ્મ નિર્દેશક અનુભવ સિન્હા જે સોશ્યલ મીડિયા પર હંમેશા પોતાના નિવેદનોને લઇને ચર્ચામાં રહ્યા કરતા હતા. તેમને તાજેતરમાં જ ટ્વીટ કરીને કહ્યુ છે કે, તેમને બૉલીવુડમાંથી રિઝાઇન કરી દીધુ છે. ટ્વીટરમાં લખ્યું- હું બૉલીવુડમાંથી રાજીનામુ આપુ છુ, આનો જે પણ મતલબ થતો હોય. એટલુ જ નહીં અનુભવ સિન્હાએ પોતાના ટ્વીટર હેન્ડલના નામની સાથે 'નૉટ બૉલીવુડ' પણ એડ કરી દીધુ છે.