નકલી પોલીસ બની પૈસા પડાવતાં બે શખ્સ ઝડપાયાં

અમદાવાદ સોલા હાઇકોર્ટ પોલીસે અનવારુલહક અન્સારી અને અમિત ઉર્ફે ભુરીયો નાગર નામના શખ્સોની નકલી પોલીસ બની પૈસા પડાવવાના ગુનામાં ધરપકડ કરી છે. અનવારુલહક અન્સારી બાપુનગરમાં જ્યારે અમિત હાથીજણ વિસ્તારમાં રહે છે. આ બંને આરોપીઓની નકલી પોલીસ બનીને પૈસા પડાવવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. શહેરમાંથી ફરી એકવાર નકલી પોલીસ ઝડપાઈ છે. જાેકે આ વખતે ટ્રાફિક પોલીસે નકલી પોલીસને ઝડપી અસલી પોલીસને હવાલે કર્યા છે. ટ્રાફિક પોલીસને મળેલી માહિતીના આધારે એસ.પી રીંગ રોડ પર પરથી બે યુવકોને પૈસા પડાવતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીઓએ કાર ચાલકને પોતાની પોલીસ તરીકેની ઓળખ આપીને પૈસા પડાવવાનો પ્રયાસ કર્યો હોય જે મામલે સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવી આરોપીઓની વધુ તપાસ સોલા પોલીસે હાથ ધરી છે.સોલા હાઇકોર્ટ પોલીસે અનવારુલહક અન્સારી અને અમિત ઉર્ફે ભુરીયો નાગર નામના શખ્સોની નકલી પોલીસ બની પૈસા પડાવવાના ગુનામાં ધરપકડ કરી છે. અનવારુલહક અન્સારી બાપુનગરમાં જ્યારે અમિત હાથીજણ વિસ્તારમાં રહે છે. આ બંને આરોપીઓની નકલી પોલીસ બનીને પૈસા પડાવવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. બનાવવાની વિગતવાર વાત કરવામાં આવે તો શહેરના એ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના અધિકારીને માહિતી મળી હતી કે એસ.પી રીંગ રોડ પર ભાડજ સર્કલથી ઓગણજ સર્કલ તરફ જતા સ્થાપત્ય હાઈટ્‌સ સામે એક સ્વિફ્ટ ગાડી રોકીને અમુક વ્યક્તિ પોલીસની ઓળખ આપીને પૈસા પડાવી રહ્યા છે. જે માહિતીના આધારે તરત જ ટીમ મોકલવામાં આવતા ત્યાંથી આ બંને આરોપીઓને પકડવામાં આવ્યા છે. બંને આરોપીઓએ કારને રોકી કારચાલક અને તેની સાથે ગાડીમાં બેઠેલા વ્યક્તિને પોતાની પોલીસ તરીકેની ઓળખ આપી ગાડી ચેકિંગ કરી તેઓની સાથે ઝપાઝપી કરી હતી અને માર મારી મોટા કેસમાં જેલમાં પૂરી દેવાની ધમકી આપી હતી. આ રીતે ૫ હજાર રૂપિયા પડાવવાનો પ્રયાસ કર્યો હતો. જે બાબતને લઈને સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી બંને આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી તપાસ કરતા પોલીસ તરીકેની ઓળખ આપવા અંગેનું કોઈ ઓળખપત્ર કે કઈ દસ્તાવેજ મળી આવ્યું ન હતું. જેથી તેઓની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.પકડાયેલા આરોપીઓમાં અમીત ઉર્ફે ભુરીયો નાગર અગાઉ સરખેજ પોલીસ સ્ટેશનમાં આવાજ નકલી પોલીસ બની પૈસા પડાવવાના ગુનામાં ઝડપાયો હતો. તેમજ અનવારુલહક અંસારી અગાઉ રખિયાલમાં એક ગુનામાં ઝડપાયો હતો. અમિત નાગર અગાઉ સામે અગાઉ સરખેજ, ખોખરા અને અમરાઈવાડી સહિતના ત્રણ ગુનામાં નોંધાયા હત. આ આરોપીઓએ આ રીતે અન્ય કોઈ વ્યક્તિને કે રાહદારીને રોકીને પોલીસની ઓળખ આપી પૈસા પડાવ્યા છે કે કેમ તે દિશામાં પૂછપરછ હાથ ધરી છે. ત્યારે જાેવાનું રહ્યું કે પોલીસ તપાસમાં શું ખુલાસા થાય છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution