બિહારમાં તોફાનથી બેનાં મોત, જમ્મુ-કાશ્મીરમાં બરફવર્ષા અને વરસાદથી જનજીવન ઠપ

ભારતમાં એકબાજુ કાળઝાળ ગરમી નવા રેકોર્ડ સર્જી રહી છે. બીજીબાજુ જમ્મુ-કાશ્મીરમાં મૂશળધાર વરસાદના કારણે અનેક શહેરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારતના મોટાભાગના વિસ્તારમાં મંગળવારે આગ ઓકતી ગરમીનો અનુભવ થયો હતો. પશ્ચિમ બંગાળ, ઝારખંડ સહિત પૂર્વ ભારતમાં પારો ૪૭થી ૫૦ ડિગ્રી નજીક પહોંચી ગયો હતો. કોલકાતામાં ૪૩ ડિગ્રી ગરમીએ ૫૦ વર્ષનો વિક્રમ તોડયો હતો. બીજીબાજુ બિહારમાં આંધી-તોફાનના કારણે એક રાઈસ મીલની ઈમારત તૂટી પડતાં મિલના બે કર્મચારીના મોત થયા હતા જ્યારે અન્ય ચાર ઘાયલ થયા હતા. બીજીબાજુ જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા ત્રણ દિવસથી મુશળધાર વરસાદના કારણે કાશ્મીરના નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જાેખમ સર્જાયું છે.પૂર્વ ભારત સહિત મોટાભાગના રાજ્યોમાં કાળઝાળ ગરમીના પગલે પારો ૪૫ ડિગ્રીથી ઉપર પહોંચી ગયો છે. હવામાન વિભાગે ઝારખંડના અનેક વિસ્તારોમાં મંગળવારે હીટવેવની ચેતવણી આપી હતી. અહીં પૂર્વ સિંઘભૂમ જિલ્લાના બહારાગોરામાં તાપમાન ૪૭.૧ ડિગ્રી સે. નોંધાયું હતું, જે રાજ્યમાં સૌથી વધુ તાપમાન હતું. આ સિવાય જમશેદપુર શહેર, ગોડા અને સેરૈકેલામાં તાપમાન ૪૫.૫ ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગે ઝારખંડના ૧૧ જિલ્લાઓમાં બુધવારે હીટવેવની ચેતવણી આપી છે. . તીવ્ર ગરમીમાં લૂ લાગવાના કારણે દુમકા બસ સ્ટેન્ડ નજીક બે માણસો બેભાન થઈ ગયા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. એ જ રીતે ઓડિશામાં પણ હીટવેવની પરિસ્થિતિથી લોકો ભારે પરેશાન થઈ ગયા હતા. અહીં પાટનગર ભુવનેશ્વરમાં તાપમાન વધીને ૪૫.૪ ડિગ્રી થયું હતું. જાેકે, મયુરભંજ જિલ્લામાં બરિપાડા શહેર ૪૬.૪ ડિગ્રી સે. તાપમાન સાથે રાજ્યમાં સૌથી ગરમ સ્થળ બની રહ્યું હતું,

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution