૩૫૦ કરોડ રૂપિયાનાં ડ્રગ્સ મામલે વધુ બે આરોપીની ધરપકડ

દેવભૂમી દ્વારકા, દ્વારકા જિલ્લામાંથી પકડાયેલા રૂપિયા ૩૧૫ કરોડનાં ડ્રગ્સ મામલે વધુ બે આરોપીનાં નામ ખુલ્યા છે. જેમાંથી એક મહારાષ્ટ્રીયન યુવક સેજાદ ઘોસી પાસેથી ૧૭ કિલો ૬૫૧ ગ્રામ ડ્રગ્સ ઝડપાતા હરકતમાં આવેલ એસઓજી દ્વારા ડ્રગ્સ સપ્લાયર સલાયાનાં કારા બંઘુ સલીમ કારા અને અલી કારાને ઝડપી તેમની પાસેથી ૪૭ કિલોનો ડ્રગ્સ ઝડપાતા રૂપિયા ૩૧૫ કરોડનો જંગી ડ્રગ્સનો જથ્થો ઝડપી તમામ ત્રણેય આરોપીઓનાં ૯ દિવસનાં રિમાન્ડ મળતા રિમાન્ડનાં પ્રથમ દિવસે જ ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા.

આ ખુલાસા પ્રમાણે, દ્વારકાનાં રૂપેણ બંદરથી અલી કારાએ એક માસ પહેલાથી જ ખરીદેલ ફારૂકી બોટ મારફતે ડ્રગ્સ આવ્યું હતું . અને બોટ મારફત ડ્રગ્સ લાવવા માટે કારા બંધુએ વધુ ૨ આરોપી સલીમ અને ઈરફાન જસરાયાને હાયર કરી તેમને સમુદ્ર માર્ગે રૂપેણબંદરથી ફિશિંગનું ટોકન કઢાવવી સમુદ્ર માર્ગે જખૌ મોકલ્યા હતા પરંતુ ડિલિવરીમાં મોડું થતા સલીમ જસરાયા તથા ઈરફાન જસરાયાએ ત્યાંથી ટોકન મેળવી સમુદ્રમાં જઇ પાકિસ્તાની જળ સીમમાં જઈ ડ્રગ્સનો જથ્થો મેળવ્યો હતો અને તે બાદ ફારૂકી નામની બોટ મારફત ગુજરાતનાં સલાયા બંદરે ૯ તારીખે આવ્યા હતા. આ બોટ દ્વારા લાવવામાં આવેલો ડ્રગ્સનો તમામ જથ્થો અલી કારા અને સલીમ કારાને સોંપ્યો હતો. આમ હાલ ૩૧૫ કરોડનાં ડ્રગ્સ મામલે આજરોજ નવાં ૨ વધુ આરોપી ઝડપાતા અત્યાર સુધી કુલ ૫ આરોપીઓ ડ્રગ્સ પ્રકરણમાં ઝડપાયા હતા અને આ નવા ઝડપાયેલા બન્ને આરોપીને પણ કોર્ટ સમક્ષ રિમાન્ડની માંગણી કરી આગળ તપાસ વધારવામાં આવશે. સમગ્ર મામલે મળતી માહિતી પ્રમાણે આ ડ્રગ્સનો જથ્થો ૬૬ કિલો છે. જેમા ૧૬ કિલો હેરોઇન છે. જ્યારે ૫૦ કિલો એમડી ડ્રગ્સ છે. દેવભૂમિ દ્વારકાનાં આરધના ધામ પાસેથી ઝડપાયેલાં આ ડ્રગ્સની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડોની થાય છે. આ પેહલી વખત નથી જ્યારે ગુજરાતમાં દરિયાઇ માર્ગે ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ થયો છે. હાલમાં જ મુંદ્રામાંથી ૩ હજાર કિલોનું ડ્રગ્સ ઝડપાયું છે.દ્વારકા જિલ્લામાંથી પકડાયેલા રૂપિયા ૩૧૫ કરોડનાં ડ્રગ્સ મામલે વધુ બે આરોપીનાં નામ ખુલ્યા છે. જેમાંથી એક મહારાષ્ટ્રીયન યુવક સેજાદ ઘોસી પાસેથી ૧૭ કિલો ૬૫૧ ગ્રામ ડ્રગ્સ ઝડપાતા હરકતમાં આવેલ એસઓજી દ્વારા ડ્રગ્સ સપ્લાયર સલાયાનાં કારા બંઘુ સલીમ કારા અને અલી કારાને ઝડપી તેમની પાસેથી ૪૭ કિલોનો ડ્રગ્સ ઝડપાતા રૂપિયા ૩૧૫ કરોડનો જંગી ડ્રગ્સનો જથ્થો ઝડપી તમામ ત્રણેય આરોપીઓનાં ૯ દિવસનાં રિમાન્ડ મળતા રિમાન્ડનાં પ્રથમ દિવસે જ ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution