પુણે માં બેકાબૂ પોર્શ કારે બાઇકને અડફેટે લેતા બેનાં મોતઃ સગીર ડ્રાઈવરની અટકાયત પ્
ાુણે
મહારાષ્ટ્રના પુણે માં ગઈકાલે રાત્રે (૧૮ મે) કલ્યાણી નગર વિસ્તારમાં એક ઝડપી પોર્શ કારે બાઇકને પાછળથી જાેરથી ટક્કર મારી હતી. ટક્કર બાદ બાઇક ચાલકે પોતાનું સંતુલન ગુમાવી દીધું હતું અને તે કેટલાય મીટર સુધી ખેંચાઈ ગયો હતો. આ ભયાનક અકસ્માતમાં બાઇક પર સવાર બે લોકોનાં ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યાં હતાં. આરોપીઓ સામે ૈંઁઝ્રની અનેક કલમો હેઠળ કેસ નોંધીને કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે. આ અંગે પોલીસ મથકે વધુ તપાસ હાથ ધરી છે. ડીસીપીને કહ્યું કે, આરોપીઓ સામે નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.પુણે પોલીસને સવારે લગભગ ૩ વાગે આ ઘટનાની માહિતી મળી હતી. ફોન કરનારે પોલીસને પુણે બુલર પબ પાસે રોડ અકસ્માતની જાણ કરી હતી. તમને જણાવી દઈએ કે, પુણે પોલીસ કમિશનર અમિતેશ કુમારે અગાઉ ગાઈડલાઈન્સ જાહેર કરીને કહ્યું હતું કે, તમામ બાર, પબ, રેસ્ટોરન્ટ અને રૂફટોપ હોટેલ્સ રાત્રે ૧ વાગ્યા પછી બંધ થઈ જશે. પુણે પોલીસે આ કેસમાં પોર્શ કારના સગીર ડ્રાઈવરની અટકાયત કરી છે, જે એક રિયલ એસ્ટેટ ડેવલપરનો પુત્ર છે. પુણે શહેરના પોલીસ ડેપ્યુટી કમિશનર વિજય કુમાર મગરે જણાવ્યું હતું કે, “અમે સગીરે દારૂ પીધો હતો કે નહીં તે જાણવા માટે તબીબી તપાસ માટે અટકાયતમાં લીધો છે.”સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં નજીકમાં ઉભેલા લોકો કાર ચાલકને મારતા જાેવા મળી રહ્યા છે. વાસ્તવમાં, અકસ્માત બાદ તે સ્થળ પરથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે ત્યાં હાજર લોકોએ તેને રોક્યો, જેમણે તેને પોલીસને સોંપતા પહેલાં તેને ખૂબ માર માર્યો હતો.