ડભોઇ
ડભોઇ લાઠીબજાર વિસ્તાર માં આવેલ સ્ટેટ બેન્ક નજીક આવેલ વીજડીપી માં બે કપિરાજ ને કરંટ લાગતાં સ્થાનીક રહીશો દ્વારા તેમનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. જો કે આ વિસ્તાર માં અગાઉન પણ ત્રણ વખત વીજ વાયરો સળગવાના બનાવો બન્યા છે. વીજ કંપની દ્વારા ત્વરીત વાયરો બદલવાનું કામ કરવામાં આવે તેવી લોકમાંગ છે.લાઠીબ જાર વિસ્તાર માં સ્ટેટ બેન્ક નજીક મધ્ય ગુજરાત વીજ કંપની નું વીજ ડીપી આવેલું છે. અવાર નવાર આ વિસ્તાર માં વાયરો ની ખામી ને પગલે આગ લાગવાના બનાવો બનતા હોય છે ત્યારે સવારે બે કાપીરાજ ડીપી માં કરંટ લાગતા ઇજાગ્રસ્ત થયા હતા જેમાં એક કાપીરાજ ના પગ પર કરંટ લાગતાં તેને ભારે ઇજાઓ થઈ હતી જ્યારે બીજા ને નાની મોટી ઇજાઓ થવા પામી હતી. રહીશો દોડી આવતા બંને ને છૂટતા કરાયા હતા અને સારવાર માટે મોકલી અપાયા હતા જેથી બંને નો આબાદ બચાવ થયો હતો પણ અવાર નવાર બનતા બનાવો ને પગલે વીજ કંપની વાયરો નવા નાખે તેવી લોક માંગ ઉઠવા પામી છે.