સિંગવડ, દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં પવન સાથે વીજળીના કડાકા સાથે વરસાદ પડતાં ધામણબારી ગામે વીજળી પડતાં બે મૂંગા પશુઓના ઘટનાસ્થળે મોત થયા હતા જ્યારે સમાચારની જાણ તાલુકા વિકાસ અધિકારીને થતા ઘટનાસ્થળે પહોંચી મૃતક પશુઓના માલિકને સહાયની કામગીરી હાથ ધરી હતી. સીંગવડ તાલુકામાં ગત મોડી સાંજે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદનું આગમન થયું હતું તે દરમિયાન સીંગવડ તાલુકાના ધામણબારી ગામ ના બારીયા અભેસિંગભાઈ બીજલભાઇ ના ઘર ની પાસે ખુલ્લામાં બાંધેલી ગાય અને ભેંસ ઉપર વીજળી પડી હતી અને વીજળી પડતાં જ ગાય-ભેંસનું ઘટના સ્થળે મોત નિપજ્યું જ્યારે ઘટનાની જાણ ઘરના માલિક અભેસિંહ ભાઈ ના પત્નીને આઘાત લાગતા તબિયત બગડી જતા તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવાની ફરજ પડી હતી. જ્યારે ઘટનાની જાણ સિંગવડ તાલુકા વિકાસ અધિકારી આર.કે.મકવાણાને થતા ઘટનાસ્થળે પહોંચી મૃતક પશુઓના માલિકને તાત્કાલિક ધોરણે સહાય મળી રહે તે માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી.