અમદાવાદ-
અમદાવાદના ધોળકા વિસ્તારમાં બાઈક ચોરીના કિસ્સા વધી રહ્યા હોવાથી ધોળકા ટાઉન પોલીસ વાહન ચેકિંગ કરી રહી હતી દરમિયાન બાતમીના આધારે પોલીસે બે બાઈક ચોરોને ચોરીના 15 બાઈક સાથે ઝડપી કુલ રૂ.2.26 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ધોળકા ટાઉન પોલીસનો સ્ટાફ ધોળકા બાપાસીતારામ મઠુલી મધીયા ધોળકા બગોદરા રોડ ખાતે વાહન ચેકિંગ કરી રહ્યા હતા ત્યારે દરમિયાન બાતમી મળી હતી. કે છેલ્લા કેટલાક સમયથી વાહનોની ચોરી કરનાર બે શખ્સો ચોરીના વાહન સાથે અંત્રેથી પસાર થવાના છે જેના આધારે પોલીસે તે જગ્યાએ વોંચ ગોઢવીને બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. આરોપીની પુછપરછ કરતા પોતાનું નામ કુલદિપસિંહ વાઘેલા અને ભુપેન્દ્ર ઉર્ફે ગોગો પટેલ હોવાનું જણાવ્યું હતું. પુછપરછ દરમિયાન આરોપીઓએ છેલ્લા છ માસ દરમિયાન ધોળકા ટાઉન શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી 14 બાઈકોની ચોરી કરી હતી. જેથી પોલીસે ચોરી કરેલ કુલ 15 બાઈક સહીત કુલ રૂ.2.34 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આ કામમાં બીજા કેટલા આરોપીઓ સામેલ હતા તે અંગે વધુ પુછપરછ હાથધરી છે.