વડોદરા : સભ્ય સમાજને શરમાવે એવા કિસ્સામાં ૧૯ વર્ષીય યુવતી સામે બળાત્કાર અને આત્મ હત્યા વચ્ચેના સમયગાળાની ઓડીયો કલીપ લોકસત્તા જનસત્તાને હાથે લાગી છે. દારુ પીવડાવ્યા બાદ નરાધમોએ યુવતી ઉપર ગુજારેલા બળાત્કાર અને ત્ાયર બાદની યુવતીની હૃદયદ્રાવક મનો સ્થિતિ વર્ણવતી આ કોલ રેકોડીંગની કલીપમાં ભોગ બનેલી યુવતીઓના મિત્ર સાથે ફોનમાં ૮ મીનીટ વાત કરી છે અને દારૂ પીવડાવ્યા બાદ એની સાથે શું બન્યુ એની રજે રજની માહિતી ત્રુટક ત્રુટક શબ્દોમાં વર્ણવે છે. મહત્વની વાત તો એ છે કે વાતચીત દરમ્યાન યુવતિ સ્પષ્ટ પણે એની મરજી વિરુદ્ધ એની ઉપર થયેલા રેપની વાત જણાવી મારાથી મોટી ભુલ થઈ ગઈ હોવાનું જણાવે છે.
ત્યારે વર્તમાન સમયમાં યુવક યુવતીઓનો ટ્રેન્ડ કઈ તરફ જઈ રહ્યો છે અને આ પ્રવાહને નહીં અટકાવાયતો અનેક યુવતીઓનો ભોગ લેવાઈ શકે છે એવી પરિસ્થિતિ આવી ચૂકી હોવાથી ચેતી જવાનો સમય છે એમ સ્પષ્ટ પણે લાગી રહ્યું છે.
પ્રસ્તુત છે બળાત્કારનો ભોગ બન્યા બાદ એના મિત્ર સાથે યુવતીએ કરેલી વાતચીત જેના આધારે જ પોલીસે ફરીયાદ નોંધી મહેફીલમાં સામેલ બન્ને નરાધમોને ઝડપી પાડયા છે. એ ઉપરાંત પાર્ટી કરવા આવેલી અન્ય યુવતી દેવીકાની શોધખોળ હાથ ધરી છે.
પોલીસે કમિશ્નરના આદેશની ગણત્રીની મિનીટોમાં બંને આરોપીને ઝડપી પાડયા
સામાન્ય સંજાેગોમાં મામલો રફેદફે કરવામાં પાવરધી મનાતી પોલીસે યુવતીની આત્મહત્યા બાદ પરિવાર અને મિત્રોએ યુવતી સાથે બળાત્કાર પણ થયો હોવાની રજુઆત કરી હતી. જેને ગંભીરતાથી નહીં લેવાતા મામલો છેક પોલીસ કમિશ્નર સુધી પહોંચ્યા બાદ પોલી કમિશ્નરના આદેશો આપતાં જ ગણત્રીની મીનીટોમાં જ બે નરાધમોને ઝડપી પાડયા હતા. એક યુવકે દારૂની મહેફીલ બાદ યુવતિ સાથે શારિરીક સંબંધ બનાવ્યા હોવાની કબુલાત પણ કરી લીધી હતી. જાે કે પોલીસને હજી પણ બીજા મુસ્લીમ યુવક પણ બળાત્કાર ગુજાર્યો હોવાની શંકા છે એ માટે રીમાન્ડ લેવાની તજવીજ હાથ ધરી છે એ ઉપરાંત આ મહેફીલમાં સામેલ અન્ય યુવતી દેવિકાની પણ શોઘખોળ હાથ ધરી છે.
નિર્ભયાકાંડની જેમ મિત્રએ મિત્રતા નિભાવી
સામાન્ય સંજાેગોમાં આત્મહત્યા બાદ આવા મામલામાં મિત્રો ગભરાઈ જાય છે અને માહિતી છુપાવે છે ત્યારે દિલ્હીમાં સર્જાયેલા નિર્ભયાકાંડમાં યુવતી સાથે રહેલા મિત્રએ જે રીતે પોતાના જાનની બાજી લગાવીને પણ નરાધમો સુધી પોલીસને પહોંચાડીને સંતોષ લીધો હતો, એવી જ રીતે બળાત્કાર બાદ જે મિત્ર સાથે યુવતીએ એની મનોસ્થિતિ વર્ણવતી અને આત્મહત્યા કરવાની વાત ફોન ઉપર કરી હતી, એજ મિત્રએ પોલીસને આ વાતનું રેકોર્ડીંગ આપ્યા બાદ આખો મામલો સ્પષ્ટ થતાં બળાત્કાર અને આત્મહત્યાની દુષ્પ્રેરણાનો મામલો નોંધી બંને નરાધમો દીશાંત અને નાઝીમને પોલીસે ઝડપી લીધા હતા. એક તબકકે પોલીસે મિત્રની પણ કડકાઈથી પુછપરછ કરી હોવા છતાં અડગ રહેલા મિત્રએ પોલીસને આખી ઘટના સમજાવી પુરાવા રજુ કર્યા હતા.
મામા અમેરીકાથી આવ્યા બાદ અંતિમક્રિયા
બહેનના મોત બાદ ભાણીએ પણ આત્મહત્ય્ા કરી લેતા અને એ પણ બાળાત્કારનો ભોગ બની હોવાનું જાણતાં જ પીડીતાના અમેરીકાર રહેતાં મામા વડોદરા આવવા નીકળી ગયા છે. એમને આવતા બે દિવસ લાગી શકે છે. એટલે પીડીતાનો મૃતદેહ હજી સુધી કોલ્ડરૂમમાં જ છે. પીડીતાના અગ્ની સંસ્કાર રવિવારે એના પરીવારજનોએ જણાવ્યું છે. અમેરીકાથી મામાનને તાત્કાલીક ભારત આવવા માટે જરૂરી પોલીસનો રીપોર્ટ અને ડેથ સર્ટી મોકલી અપાયુ હોવાનું ઉર્મયુ છે.
૫ીડિતાની મિત્ર સાથેની વાતચીત
• મિત્ર ઃ વાપીસ વાપીસ ફોન કીયા તુને?
• પીડિતા ઃ મેરે સાથ બહોત ગંદા હુઆ લેકીન તુ ફીર સબકો સુનાયેગા રેકોડીંગ કરેગા.
• પીડિતા ઃ નહીં બસ મેરી મમ્મી કી કસમ નહીં સુનાઉગા બસ મુજે તુ બતા કયા કીયા તેરે સાથ.
• મિત્ર ઃ મે ઈતના ગીરા હુઆ ઈન્સાન હીં હું કી સબકો સુનાઉ તુ બતા મુજે કયા હુઆ તેરે સાથ?
• પીડિતા ઃ બહોત જાેરસે હાથ મરોડા ઔર ફીર કીસકી જબરજસ્તી
• પીડિતા ઃ ફીર હાથ કી ઉંગલી યા કોઈ ચીજ મેરી (જ્રજ્રજ્ર) મે ડાલ દી. બહોત જાેર સે (જ્રજ્રજ્ર) દીયા (જ્રજ્રજ્ર) મે સે હાથડાલ ચેસ્ટ કા પેઈન મુજે અભી તક હો રહા હૈ.
• મિત્ર ઃ ફીર કયા?
• પીડિતા ઃ ફીર કિસીને રેપ કીયા
• પીડિતા ઃ મેરી પરમીશન કે બગૈર મુજે કીસી ને છુઆ.
• મિત્ર ઃ તુને મના નહીં કીયા ?
• પીડિતા ઃ મે નશે મે થી નાઝીમ ભી થા.
• પીડિતા ઃ મુજે નહીં પતા મે તબ કયા કર રહી થી. મુજે પતા નહીં મુજે કયા હો ગયા થા. મુજે લગા અચ્છા લડકા હૈ દીશાંત અચ્છા લડકા હૈ.
• મિત્ર ઃ તેરા મન નહીં થા યે સબ કરને કા?
• પીડિતા ઃ નહીં યાર
(પીડિતા દર્દથી કણસવા માંડે છે ઉહંકારા ભરે છે.)
• મિત્ર ઃ દર્દ હો રહા હૈ? બહોત દર્દ હૈ?
• મિત્ર ઃ સીરીયસલી બહોત દર્દ હો રહા હૈ
• પીડિતા ઃ મેરે બહોત સારે સપને હૈ લેકીન અબ મે કયાં કરું?
કૈસે અપને સપને પુરે કરૂં?
અબ મુજૈ મમ્મી કી જગહ પે જાના હૈ મમ્મી કે પાસ જાના હૈ
ઔર મેરે પાપા, મેરે પાપા મુજે માફ કરદો, મુજે સે બહોત બડી ગલતી હો ગઈ હૈ, પાપા આઈ લવ યુ