દિલ્હી-
અબુધાબીમાં ભારતના દૂતાવાસે ભારતીયોને સંયુકત અરબ અમીરાત થઇ સાઉદી અરબ અને કુવૈત ની યાત્રા ના કરવાની સલાહ આપી છે. આવું આ બંને દેશોમાં UAE થી આવનાર પેસેન્જરને લઇ લગાવામાં આવેલા કોવિડ પ્રતિબંધોના લીધે છે. સોમવારના રોજ દૂતાવાસે એક એડવાઇઝરી રજૂ કરી. તેમાં કહ્યું કે ભારતથી બહારની યાત્રા પર નીકળતા પહેલાં પોતાના ગંતવ્ય દેશમાં કોવિડ સંબંધિત નવી યાત્રા દિશા-નિર્દેશો અંગે જાણી લો.
સાથો સાથ નાગરિકોને આકસ્મિક જરૂરિયાતો પૂરી કરવા માટે પૂરતા પૈસા અને ખાવાની વસ્તુઓ સાથે રાખવાની ભલામણ કરી છે. દૂતાવાસે એ ભારતીય નાગરિકોને પણ સલાહ આપી છે જે પહેલેથી જ સંયુકત અરબ અમીરાતમાં છે અને ત્યાંથી સાઉદી અરબ કે કુવૈત જવાના છે. આ પેસેન્જરને ઘરે પાછા ફરતા અને બાદમાં પ્રતિબંધોમાં ઢીલ આપવા પર જ મુસાફરી કરવા માટે કહ્યું છે.
આ એડવાઇઝરી ત્યારે રજૂ કરવામાં આવી છે જ્યારે ભારતીય દૂતાવાસને સાઉદી અરબ અને કુવૈત જતા કેટલાંય ભારતીયોના યુએઇમાં ફસાયાની માહિતી મળી હતી. દૂતાવાસના એક અધિકારીએ ખલીજ ટાઇમ્સને કહ્યું કે ડિસેમ્બર 2020થી જ કમ સે કમ 600 ભારતીય યુએઇમાં ફસાયા છે. તેઓ સાઉદી અરબ કે કુવૈતની યાત્રા કરવા માંગતા હતા. અધિકારીએ કહ્યું કે આંતરરાષ્ટ્રીય યાત્રા પ્રોટોકોલમાં ઝડપથી ફેરફાર થવાના લીધે મિશન સાઉદી અરબ અને કુવૈત જવા માટે યુએઇનો ઉપયોગ ના કરવાની સલાહ આપે છે જેથી કરીને તેઓ UAE ફસાય નહીં.
આની પહેલાં આ પેસેન્જર્સને મિશને કેરલ મુસ્લિમ કલ્ચરલ સેન્ટર અને અન્ય સામાજિક સંગઠનોની મદદથી યાત્રા માટે ખાસ વ્યવસ્થા કરાવી હતી. પરંતુ હવે અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે આવી સુવિધાઓ ફરીથી ઉપલબ્ધ કરાવશે નહીં. સાઉદી અરબ અને કુવૈત બંને ભારતીયો સહિત વિદેશી નાગરિકોની યાત્રા પર પ્રતિબંધ મૂકી દીધો છે.