જેફ બેઝોસને ઝટકો! વિશ્વના સૌથી ધનિક વ્યક્તિનો તાજ છીનવાયો,જાણો કોણ છે નંબર વન

નવી દિલ્હી

વિશ્વના સૌથી આમિર વ્યક્તિનો તાજ એમેઝોનના સીઇઓ જેફ બેઝોસ  પાસેથી છીનવાયો છે. વિશ્વની સૌથી મોટી ફેશન લક્ઝરી ગૂડ્ઝ કંપની એલવીએમએચના માલિક બર્નાર્ડ આર્નાઉલ્ટ  હવે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે.

વિશ્વની સૌથી મોટી ઇ-કોમર્સ કંપની એમેઝોનના સીઇઓ જેફ બેઝોસને પાછળ છોડી બર્નાર્ડ આર્નાઉલ્ટ વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગસાહસિક બન્યા છે. ફોર્બ્સના મતે બર્નાર્ડ આર્નોલ્ડની કુલ સંપત્તિ લગભગ 13.28 લાખ કરોડ રૂપિયા ( 186.2 અબજ ડોલર) છે.બર્નાર્ડ ત્યારથી ચર્ચામાં જયારે એપ્રિલ 2021 માં તેમણે તેમના પરિવાર દ્વારા નિયંત્રિત ફ્રેન્ચ લેવલ બ્રાન્ડ કંપનીના શેર 53.૮૦ કરોડ ડોલરમાં અધિગ્રહણ કર્યા હતા.

ફોર્બ્સ અનુસાર આ વર્ષે અત્યાર સુધીમાં બર્નાર્ડ આર્નોલ્ટની સંપત્તિમાં 72 અબજ ડોલરનો વધારો થયો છે. આ સાથે જ તે જેફ બેઝોસને પાછળ પાડી વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. આ વર્ષે વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિ જેફ બેઝોસની સંપત્તિ 2 ટકાથી વધુ ઘટી છે.

વિશ્વના ત્રીજા સૌથી ધનિક ઉદ્યોગપતિ અને ઇ-વેહિકલ ઉત્પાદક ટેસ્લાના સહ-સ્થાપક એલોન મસ્ક(Elon Musk)ની સંપત્તિમાં આ વર્ષે 8.09 અબજ ડોલર એટલે કે આશરે 60,000 કરોડનો ઘટાડો થયો છે. 22 મે 2021 ના ​​રોજ મસ્કની કુલ સંપત્તિ 162 અબજ ડોલર હતી.

માઇક્રોસોફ્ટના બિલ ગેટ્સે આ વર્ષે સંપત્તિમાં 7.50 ટકાનો વધારો નોંધાવ્યો છે. આ ઉપરાંત ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગની સંપત્તિમાં પણ લગભગ 14 ટકાનો વધારો થયો છે. વિશ્વના સૌથી મોટા રોકાણકાર વોરન બફેટે સંપત્તિમાં લગભગ 24 ટકાનો વધારો નોંધાવ્યો છે. આ સિવાય ગૂગલના સહ-સ્થાપક લેરી પેજની સંપત્તિમાં આ વર્ષે 22.80 અબજ ડોલરનો વધારો થયો છે.

ટોચના 15 અબજોપતિઓમાં ભારતના બે દિગ્ગ્જ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીનો સમાવેશ કરે છે. 77 અબજ ડોલરની સંપત્તિ સાથે મુકેશ અંબાણી 13 મા ક્રમે છે જ્યારે ગૌતમ અદાણી 69 અબજ ડોલર સાથે 14 મા ક્રમે છે. અત્યારે મુકેશ અંબાણી એશિયાના શ્રીમંતોની યાદીમાં સૌથી ઉપર છે અને બીજા સ્થાને ગૌતમ અદાણી છે. જોકે ગૌતમ અદાણીની સંપત્તિ જે ગતિથી વધી રહી છે તે જોતા મુકેશ અંબાણીને ક્યારેય પણ પાછળ પડી શકે છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution