ચેરમેન પદની લડાઈમાં સાયરસ મિસ્ત્રીને ઝટકો,જાણો શું આવ્યો સુપ્રીમ કોર્ટનો ચૂકાદો?

નવી દિલ્હી

ઉદ્યોગપતિઓ રતન ટાટા અને સાયરસ મિસ્ત્રી વચ્ચે ચાલી રહેલા કાનૂની જંગમાં સુપ્રીમ કોર્ટે ટાટા ગ્રૂપની તરફેણમાં ચુકાદો આપ્યો છે.સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે, સાયરસ મિસ્ત્રીને ટાટા સન્સના કાર્યકારી અધ્યક્ષ પદેથી હટાવવાનો નિર્ણય યોગ્ય હતો.ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ બોબડે તેમજ બીજા બે જજની બેન્ચે નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલના નિર્ણય સામે ટાટા સન્સની અપીલને મંજૂરી આપી હતી અને સાયરસ મિસ્ત્રી તેમજ તેમના શાપુરજી પાલનજી ગ્રૂપ દ્વારા કરાયેલી અપીલને ફગાવી દીધી હતી.

આ પહેલા એનસીએલએટી દ્વારા 2019માં સાયરસ મિસ્ત્રીને કાર્યકારી અધ્યક્ષ પદે યથાવત રાખવાનો આદેશ આપ્યો હતો.જેની સામે ટાટા સન્સે સુપ્રીમ કોર્ટના દરાવાજા ખખડાવ્યા હતા.સુપ્રીમ કોર્ટે ટાટા ગ્રૂપની ફેવરમાં ચુકાદો આપતા પહેલા 10 જાન્યુઆરીએ એનસીએલએટીના આદેશ પર રોક લગાવી હતી.ટ્રિબ્યુનલે કહ્યુ હતુ કે 2016માં ટાટા સન્સની બોર્ડ બેઠકમાં થયેલી કાર્યવાહી તેમજ તેમાં સાયરસ મિસ્ત્રીને અધ્યક્ષ પદેથી હટાવવાનો નિર્ણય યોગ્ય નહોતો.

સાયરસ મિસ્ત્રીએ 2012માં ટાટા સન્સના અધ્યક્ષપદની જવાબદારી સંભાળી હતી અને 2016માં કંપનીએ બહુમતિથી તેમને અધ્યક્ષ પદેથી હટાવી દીધા હતા.

રતન ટાટાએ ટ્વિટ કરીને સુપ્રિમ કોર્ટના નિર્ણયને બિરદાવ્યો છે. તેમણે લખ્યું કે, હું માનનીય સુપ્રિમ કોર્ટ દ્વારા કરવામાં આવેલા નિર્ણયની સરાહના કરુ છુ અને ધન્યવાદ આપુ છુ.

આ જીત કે હારની વાત નથી, મારા સ્વાભિમાન અને ટાટા ગ્રુપના નૈતિક આચરણ પર સતત થઇ રહેલા હમલા બાદ આ નિર્ણયે ટાટા સન્સના મૂલ્યો અને આચરણોને પ્રમાણિત કરવાનુ કામ કર્યુ છે. જે ગ્રુપ માટે મૂળ સિદ્ગાંત છે. આ નિર્ણયે આપણી ન્યાયપ્રણાલીમાં નિષ્પક્ષતા અને ન્યાયને મજબૂતી પ્રદાન કરી છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution