ગર્ભાશયમાં થતી ગાંઠ આયુર્વેદિક સારવારથી ઓગળી શકાય છે

લેખકઃ વૈદ્ય પૂજા વિહારીયા


આજકાલ સ્ત્રીઓના રોગોમાં ઘણો વધારો થઈ રહ્યો છે. તેમાં સૌથી આગળના ક્રમે આવતો કોઈ રોગ હોય તો તે છે ગર્ભાશયમાં થતી ગાંઠ. આપણે અહીં કેન્સરની ગાંઠની વાત નથી કરતાં.તે સિવાયની આ ગર્ભાશયને ઘેરી લેતી સાદી ગાંઠ છે જેને તબીબી ભાષામાં તેને ફાયબ્રોડ અથવા માયોમા કહે છે. મોટાભાગે સ્ત્રીઓને આ ગાંઠ ૩૦ વર્ષ પછીની ઉંમરમાં થાય છે અને અંદાજે ૨૦ ટકા સ્ત્રીઓ તેનો ભોગ બનતી હોય છે.આ રોગના લક્ષણો દેખાતા નથી એટલે જલ્દી ખબર પડતી નથી.મોટાભાગે જેને બાળકો નથી, એટલે કે વંધ્યત્વ છે તેને, અને એક બાળક હોય પણ બીજું ના રહેતું હોય તેને આ રોગ થવાની શક્યતા રહે છે .


કોને ફાઈબ્રોડથઈ શકે ?

આ રોગ મોટે ભાગે ૩૫-૪૫ વર્ષની ઉંમરમાં વધુ જાેવા મળે છે. જાેકે આજકાલ આળસુ જીવનશૈલી અને બગડેલા ખાનપાનના લીધે વંધ્યત્વ /બાળક રહેવામાં તકલીફ પડે છે તેથી આ રોગ વધારે જાેવા મળે છે.આ સિવાય વહેલા લગ્ન થઈ ગયા હોય અને ઘણા બાળકોને જન્મ આપ્યો હોય તેને પણ આ રોગ થઈ શકે છે..


ફાઈબ્રોડના લક્ષણો ક્યા ક્યા છે?

મોટાભાગે ફાયબ્રોડમાં લક્ષણો હોતા નથી એટલે ખબર જ પડતી નથી. ફાયબ્રોડની સાઈઝ કરતાં ગર્ભાશયમાં તે કઈ જગ્યા પર છે તે વધુ અગત્યનું છે. ઘણી બધી વખત શરીરમાં આ બધા ચિહ્નો દેખાતા હોય છે.જેમકે ગર્ભાશય ફૂલી જાય અથવા મોટું દેખાય છે, યોનિમાર્ગ માં નીચેથી તપાસ કરતાં ગર્ભાશય ફર્મ મળે, પેઢુંમાં અચાનક દુઃખાવો થવો, તાવ આવવો અને શરીર ગરમ રહેવું ,માસિક વધુ આવવું જેનાથી લોહીની ઉણપ થઈ શકે, વધુ પડતાં માસિકના લીધે લોહીની ઉણપ થવાથી અચાનક હ્રદય બંધ થવું ,જીભ સુકાયેલી રહેવી, નાડીના ધબકારા અચાનક વધઘટ થવા,કબજિયાત ,કેન્સરમાં પરીવર્તન,મિસ કેરેજ અથવા અબોર્શન,પીપીએચ (પોસ્ટ પાર્ટમ હેમરેજ),પેશાબમાં દુઃખાવો થવો ,પેશાબ રોકાઈને આવવો –જેવી તકલિફો થઈ શકે છે.

ફાઈબ્રોડ થવાના મુખ્ય કારણો નીચે મુજબ છે

રંગ સૂત્રોમાં ખામી,ડાયાબિટીસ,ઈસ્ટ્રોજન નામના હોર્મોનનું વધી જવું, જે સ્ત્રીઓમાં બીજ ના બનતું હોય તેમાં વધુ જાેવા મળે છે.જેને એક પણ ડિલિવરી ના થઈ હોય,સ્થૂળતા હોય તો પણ આ રોગની શક્યતા રહે છે.


ફાઈબ્રોડના ગર્ભાશયમાં જુદાજુદા સ્થાન

-સબસિરસ – ગર્ભાશયની બહારની બાજુ પર હોય

-સબ મ્યુકસ – ગર્ભાશયની અંદર ની દીવાલ પર હોય

-સર્વાઈકલ – ગર્ભાશયના મુખ પર હોય(ખુબ ઓછા જાેવા મળે)


ફાઈબ્રોડની સારવાર કઈ છે?

આમ જાેતાં એલોપેથિમાં ફાયબ્રોડની ખાસ દવા નથી. તેમાં બેડરેસ્ટ,દુઃખાવાની દવા તેમજ ઊંઘની દવા અને છેલ્લે સર્જરી સિવાય કોઈ વિકલ્પ નથી. આયુર્વેદમાં ફાયબ્રોડનું વર્ણન ગ્રંથિ તેમજ અર્બુદ અંતર્ગત આપેલું છે.મોટા ભાગે વાયુ અને કફના દૂષિત થવાથી તેમજ રસ, રક્ત,માંસ,મેદ ધાતુઓના દૂષિત થવાથી થાય છે. ફાયબ્રોડમાં આયુર્વેર્દિક ચિકિત્સાથી ખૂબ સારા પરિણામો મળે છે પણ તેમાં પણ ગાંઠ કઈ જગ્યા પર છે તેમજ તેની સાઈઝ કેટલી છે તેના પર આધાર છે.પંચકર્મ તેમજ શમન ચિકિત્સાથી ઘણાં ફાયદા થાય છે. આયુર્વેદમાં ઘણા બધા એવા ઔષધો પણ છે જેનાથી આ ગાંઠ સંપૂર્ણપણે ઓગળી શકે છે, પરંતુ તેમાં પરેજી રાખવી પણ ખૂબ જરૂરી છે,

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution