સોનુ સૂદ શ્રમિકોને તેમના વતન પહોંચાડવા માટે સતત કામ કરી રહ્યો છે. મુંબઈથી બસમાં શ્રમિકોને મોકલ્યા બાદ તે હવે પ્લેન અને ટ્રેનમાં પણ લોકોને તેમના ઘરે પહોંચાડી રહ્યો છે. સોનુ આ કામ ફ્રીમાં કરી રહ્યો છે. પરંતુ સોનુની આ સેવાને અમુક લોકો પોતાના ફાયદા માટે યુઝ કરી રહ્યા છે. સોનુ સૂદે ખુદ આવા ફ્રોડ વિશે લોકોને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી સાવચેત કર્યા છે. સોનુએ ટ્વીટ કરી લખ્યું કે, દોસ્તો, અમુક લોકો તમારી જરૂરિયાતનો ફાયદો ઉઠાવવા તમારો સંપર્ક કરશે. જે પણ સેવા અમે શ્રમિકો માટે કરી રહ્યા છીએ તે એકદમ નિઃશુલ્ક છે. તમારી પાસે જા કોઈપણ વ્યક્તિ મારું નામ લઈને પૈસા માગે તો ના પાડી દો અને તરત અમને અથવા નજીકના પોલીસ ઓફિસરને રિપોર્ટ કરો. સોનુએ તેની પોસ્ટમાં અમુક વોટ્સએપ ચેટના સ્ક્રીનશોટ્સ પણ શેર કર્યા છે જેમાં પૈસા માગનાર વ્યક્તિ ખુદને સોનુનો મેનેજર ગણાવે છે. તે વ્યક્તિ મજૂરો પાસેથી ૫૦૦૦ રૂપિયા માગી રહ્યો છે. યે રિશ્તા ક્હ્યા કહેલાતા હૈ શોમાં શિવાંગી જાશીના પિતાનો રોલ નિભાવનાર રાજીશ કરીરે તેની આર્થિક તંગી વિશેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. તેણે વીડિયોમાં કહ્યુ હતું કે કોઈ ૪૦૦ ૫૦૦ રૂપિયા પણ આપી દો.