ફેશનમાં એવરગ્રીન કલર આઈવરીને અજમાવી તો જુઓ!


   આઇવરી કલરનો નાજુક અને સોફ્ટ લુક દરેક ત્વચા પર સુમેળભર્યો લાગતો હોય છે. તેને શાંતિ અને શુદ્ધતાનો પ્રતિક માનવામાં આવે છે. આ રંગ પોતાના સોફ્ટ નેચરલ ટોન માટે જાણીતો છે,જેના કારણે તે દિવસ તેમજ સાંજના પ્રસંગો માટે પણ અનુકૂળ બને છે.
આ ઉપરાંત,આઇવરી પારંપારિક અને આધુનિકતાના સમન્વયમાં હંમેશા અનુકુળ રહે છે, તેથી તે હંમેશા ફેશનમાં રહે છે.
આઇવરી ડ્રેસ માટે વિવિધ મટિરિયલ્સનો ઉપયોગ કરી શકીએ છીએ.જેમકે આઇવરી રંગનું સિલ્ક વધુ રોયલ અને ભવ્ય લાગે છે. જ્યારે નેટમાં આઇવરી કલર સાથે ચણીયાચોળી ખૂબ સુંદર લાગે છે. તેમજ નેટના ડ્રેસ ઇવનિંગ ગાઉન હળવો અને નાજુક દેખાવ આપે છે. બનારસી ટ્રેડિશનલ પ્રસંગો જેમકે લગ્નપ્રસંગ,સગાઇ, રિસેપ્શન માટે આઇવરી બનારસી સાડી કે લહેંગો હંમેશા ભવ્ય અને આકર્ષક દેખાય છે.
ચંદેરી આઇવરી ડ્રેસ મહેમાન બનીને જતા લોકોમાં ખૂબ સુંદર લાગે છે. કેમકે ચંદેરી ડ્રેસ ધૂમધામવાળા પ્રસંગો માટે ઉત્તમ છે, કારણ કે તે લાઇટ વેઇટ અને એલીગન્ટ દેખાવ આપે છે.દિવાળી, નવરાત્રી જેવા તહેવારોમાં ચંદેરી આઇવરી ડ્રેસ પહેરવા માટે પણ સરસ વિકલ્પ છે, કારણ કે તે પરંપરાગત અને આધુનિક લુક સાથે સ્ટાઈલિશ લાગે છે.
આઇવરી કલર સાથે મેચિંગ જ્વેલરી નું કોમ્બિનેશન
પર્લ(મોતી)જ્વેલરી સાથે આઇવરી કલરનું સંયોજન ક્યારેય ફેઈલ નથી જતું. પર્લની શાંતિપૂર્ણ ચમક આઇવરી સાથે નાજુકતા વધારી આપે છે. મોતીની જ્વેલરી આકર્ષક છે મોતીની ચમક આઇવરીના નરમ શેડ સાથે જામતી રહે છે. મોતી હંમેશા એલેગન્ટ લુક આપે છે. મોતીનો નેકલેસ, મોતીના ડ્રોપ ઈયરિંગ્સ અથવા મોતીની બ્રેસલેટ આ લુકને એક રોયલ અને ક્લાસિક અહેસાસ આપશે.
જ્યારે આઇવરી અને ગોલ્ડ જ્વેલરીનું સંયોજન એકદમ રોયલ લાગે છે. ગોલ્ડ પ્લેટેડ નેકલેસ, ચુડાઓ અને કાનના ટોપ્સ આ લુકને સંપૂર્ણ બનાવે છે. સોનાની જ્વેલરી આકર્ષક છે. સોનાનો ગરમ શેડ આઇવરીના શાંતિપૂર્ણ રંગ સાથે જમતો રહે છે. સોનાના આભૂષણો આઇવરી ડ્રેસને એક શાનદાર અને રોયલ લુક આપે છે. સોનાની નાની હૂપ્સ, નાજુક ગોલ્ડ નેકલેસ અથવા મજબૂત ગોલ્ડ બંગડી આ લુકને સમૃદ્ધ બનાવે છે.
 વ્હાઇટ ડાયમંડ જ્વેલરી આઇવરી સાથે એકદમ કોમ્પ્લીમેન્ટ કરે છે. ડાયમંડનું મિશ્રણ વધુ ભવ્ય અને સોફિસ્ટિકેટેડ લાગે છે. વિશેષમાં, ગ્રીન, પિંક, અથવા ગોલ્ડન ડાયમંડ સેટ્‌સ આઇવરી ડ્રેસને વધુ ઉજ્જવળ અને આકર્ષક બનાવે છે.આવા પથ્થરોવાળી જ્વેલરી આકર્ષક છે રંગીન પથ્થરો આઇવરી ડ્રેસમાં રંગ અને નવીનતા ઉમેરે છે. આથી, આ પ્રકારની જ્વેલરીની પસંદગી કરીને તમે લુકમાં વૈવિધ્ય લાવી શકો છો.પન્ના, નીલમ સાથેના સ્ટેટમેન્ટ રિંગ્સ, ડ્રોપ ઈયરિંગ્સ અથવા મલ્ટી-સ્ટોન નેકલેસ તમારી આઇવરી ડ્રેસ સાથે મેચ થાય છે.
આઇવરી કલરની સાથે ચાંદીની જ્વેલરી સુંદર અને આકર્ષક લાગે છે. ચાંદીના ઠંડા ટોન આઇવરીની ગરમાશને બેલેન્સ કરે છે, જે આપણી જાતમાં એક અનોખું આકર્ષણ ઊભું કરે છે.ચાંદીના ચંદેલીયર ઈયરિંગ્સ, મલ્ટી-લેયર્ડ ચાંદીનો નેકલેસ અથવા સ્લીક ચાંદીની બંગડી અથવા કડુ આ લુકને વધુ સુંદર બનાવે છે.
આઇવરી કલરની સાથેનો મેકઅપ અને હેરસ્ટાઇલ જાે એકદમ પ્રોપર કરવામાં આવે તો આખા દેખાવમાં નવી આભા પુરાઈ જશે. આઇવરી કલરની નાજુકતા જાળવવા માટે લાઇટ મેકઅપ ખૂબ જ સરસ લાગશે. ન્યૂડ ટોનની લિપસ્ટિક, સોફ્ટ આઇ મેકઅપ અને લાઇટ બ્લશ આ લુકને નિખારી આપે છે. સાથે હેરસ્ટાઇલમાં ઓપન હેર અથવા પફ સાથે કર્લ્સ વધુ ફેશનેબલ લાગે છે. નાજુક હેડબેન્ડ અથવા હેર એક્સેસરીઝ પણ આ ડ્રેસના લુકમાં વિશિષ્ટતા ઉમેરે છે.
આઇવરી ડ્રેસ સાથે ન્યૂડ, ગોલ્ડ, અથવા બ્રોન્ઝ શેડના ફૂટવેર શ્રેષ્ઠ વિકલ્પ છે. ફેશન અને કોમ્ફર્ટને ધ્યાનમાં રાખીને હીલ્સ પહેરવી વધુ સરસ રહે છે. સાથે જ પોઈન્ટેડ સેન્ડલ અથવા પ્લેટફોર્મ હિલ્સ પણ આ ડ્રેસ સાથે ઉત્તમ કોમ્બિનેશન કરી શકે છે.આઇવરી ડ્રેસ સાથે ન્યૂડ, ગોલ્ડ કે બ્રોન્ઝ શેડના ફૂટવેર વધુ સારું લાગે છે. સાથે તેમાં સિક્વન્સ, ડાયમંડ નું વર્ક કરવાં માં આવેલું હોય તેવા ફૂટવેર સુંદર રીતે કોમ્પ્લીમેન્ટ કરે છે. આવા ફૂટવેર ડ્રેસને થોડી વધારે હાઇટ આપવા માટે હીલ્સનો ઉપયોગ કરવો. જેમાં પ્લેટફોર્મ હિલ્સના ચંપલ અથવા સેન્ડલથી ચાલવામાં સરળતા રહે છે. આગળ થી પોઈન્ટેડ હોય તેવી સેન્ડલ વધુ શ્રેષ્ઠ વિકલ્પ છે.
આઇવરી કલરનો ડ્રેસ એક એવી કળા છે, જે સ્ફટિકના રત્નની જેમ હર પ્રસંગે, હંમેશા કંઈક નવા દેખાવમાં મદદ કરે છે. સ્ટાઈલ અને એલીગન્સની સીમા રાખતી આઇવરી ડ્રેસિંગ, જાે યોગ્ય જ્વેલરી અને અન્ય ફેશન એક્સેસરીઝ સાથે જાેડવામાં આવે, તો તે દરેક સ્ત્રીને જુદી અને અનોખી બનાવે છે.આઇવરી કલરના ડ્રેસિસ એ સમૃદ્ધિ અને સૌમ્યતાનું પ્રતિનિધિત્વ કરે છે. આટલા બધા જુદા જુદા ફેબ્રિક અને જ્વેલરીના વિકલ્પોથી, તમે તમારી આઇવરી ડ્રેસને અનોખા અને આકર્ષક અંદાજમાં પ્રસ્તુત કરી શકો છો.
સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution