આજે બનાવો ઓરિસ્સાની અનેરી વાનગી છેના પોડા જે ઓરિસ્સા રાજ્યની જાણીતી વાનગી છે જે ખાવામાં પણ ટેસ્ટી લાગશે અને તેનો સ્વાદ પણ અનેરો છે. ઓરિસ્સા ના ઘર ઘર માં બનતી મિઠાઈ છે. તેને બનાવવા માટે માત્ર 10 મિનિટનો સમય લાગે છે. તો બનાવો ઓરિસ્સાની છેના પોડા.
સામગ્રીઃ
પનીર - 500 ગ્રામ,ખાંડ પોણો કપ,રવો - 3 ચમચા,ઘી - 2 ચમચા,કિશમિશ - 1/4 કપ,એલચી - 4 નંગ,મીઠું - 2 કિલો (બેક કરવા માટે)
બનાવવાની રીત :
કાજુના નાના નાના ટુકડા કરો. એલચીના દાણાનો પાઉડર બનાવો. એક બાઉલમાં પનીરને સારી રીતે મસળો. પનીર નરમ થઈ જાય ત્યારે તેમાં રવો અને ખાંડ નાખીને પંદર મિનિટ રહેવા દો.રવો થોડી વારમાં ફૂલી જશે. આ મિશ્રણમાં ઘી, કાજુના ટુકડા, કિશમિશ અને એલચીનો પાઉડર મિક્સ કરો. કૂકરમાં મીઠું નાખી તેના પર જાળી ગોઠવો અને ગરમ થવા દો.એક કન્ટેનરને ઘીવાળું કરો. તેમાં બટર પેપર અથવા કેળાંનાં પાન ગોઠવીને તેના પર પણ ઘી લગાવો.પનીરના મિશ્રણને આ કન્ટેનરમાં ભરી તેને કૂકરમાં મૂકેલી જાળી પર મૂકો. હવે કૂકરનું ઢાંકણું બંધ કરીને મધ્યમ આંચે અડધા કલાક સુધી રહેવા દો.અડધા કલાક બાદ ઓરિસ્સામાં છેના પોડા તરીકે જાણીતી આ વાનગી આછા બ્રાઉન રંગની થઇ જાય એટલે કાઢી લો. ઓરિસ્સાની આ મીઠાઈ જગન્નાથજીના પ્રસાદ તરીકે પ્રસિદ્ધ છે.