તમને જ્યારે કંઇક મીઠું ખાવાની ઇચ્છા થાય ત્યારે આ એલચીવાળી સ્વાદિષ્ટ લૉ ફેટ પનીરની ખીર જરૂર અજમાવજો. પારંપારિક સાકરના બદલે શુગર સબ્સ્ટિટ્યૂટનો ઉપયોગ કરી અને અસ્વસ્થ મલાઇ અથવા ક્રીમનો ઉપયોગ ટાળી અમેં અહીં બીનજરૂરી કાર્બોહાઈડ્રેટ અને ચરબી ઓછી કરી છે, જેથી તમે તેનો નિરાંતે બેસીને સ્વાદ માણી શકો. અહીં યાદ રાખવું કે ખીરમાં ગઠોડા ન થાય તે માટે પનીરનો ઉમેરો દૂધ સંપૂર્ણ ઠંડું પડે પછી જ કરવો.
સામગ્રી :
૩ કપ લૉ ફેટ દૂધ , ૯૯.૭% ફેટ ફ્રી
૧ કપ ખમણેલું લૉ ફેટ પનીર, ૨ ટીસ્પૂન શુગર સબ્સ્ટિટ્યૂટ ,૧/૪ ટીસ્પૂન એલચી પાવડર
બનાવની રીત :
એક પહોળા ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં મધ્યમ તાપ પર દૂધને ૫ થી ૬ મિનિટ સુધી ગરમ કરો અથવા દૂધ ઉકળવા માંડે ત્યાં સુધી વચ્ચે વચ્ચે હલાવતા રહી ગરમ કરી લો.તેને ઠંડું થવા બાજુ પર રાખો.જ્યારે તે ઠંડું થઇ જાય, ત્યારે તેમાં શુગર સબ્સ્ટિટ્યૂટ અને એલચી પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી લો.છેલ્લે તેમાં પનીર મેળવી, સારી રીતે મિકસ કરી રેફ્રીજરેટરમાં ઓછામાં ઓછા ૧ કલાક માટે રાખી મૂકો.ઠંડી પીરસો.