ચૂંટણી ઝુંબેશમાં ટ્રમ્પનો કમલા હેરિસ સામે વંશીય મુદ્દો ઉછાળવાની ચેષ્ટા શરમજનક

અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં હવે વંશીય ઓળખનો મુદ્દો ઉભો થયો છે. ડોનાલ્ડ ટ્રમ્પે પોતે આ મુદ્દો ઉઠાવ્યો છે અને તેમના વિરોધી ઉમેદવાર કમલા હેરિસની વંશીય ઓળખ પર સવાલો ઉઠાવ્યા છે. વાસ્તવમાં, અશ્વેત પત્રકારો માટેની કોન્ફરન્સમાં ઉગ્ર ચર્ચા દરમિયાન ટ્રમ્પે કમલા હેરિસની વંશીય ઓળખ પર સવાલ ઉઠાવ્યા હતાં. અમેરિકામાં અશ્વેતોની મોટી વસતી છે અને દેખીતી રીતે દરેક ઉમેદવાર અશ્વેતોને આકર્ષવાનો પ્રયાસ કરે છે. એવું માનવામાં આવે છે કે ટ્રમ્પે આ અંગે કમલા હેરિસની વંશીય ઓળખ પર સવાલ ઉઠાવ્યા છે.

ટ્રમ્પે દાવો કર્યો હતો કે વાઇસ પ્રેસિડેન્ટ અને ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસે અત્યાર સુધી તેના એશિયન-અમેરિકન વારસા પર ભાર મૂક્યો હતો. હવે તેણે દાવો કર્યો કે તે અશ્વેત છે. તેમણે બુધવારે શિકાગોમાં નેશનલ એસોસિએશન ઓફ બ્લેક જર્નાલિસ્ટ્‌સ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે 'હું જાણતો નથી કે ઘણા વર્ષો પહેલાથી તે અશ્વેત હતી કે હાલમાં આકસ્મિક રીતે અશ્વેત થઈ ગઈ છે? તેમણે સવાલ કર્યો હતો કે કમલા હેરિસ ભારતીય છે કે અશ્વેત?

ટ્રમ્પના આ નિવેદન પર કમલા હેરિસે તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે ટ્રમ્પની ટિપ્પણી વિભાજનકારી અને અપમાનજનક છે.

"અને તે એ જ જૂનો સૂર હતોઃ વિભાજન અને અપમાન,” તેમણે હ્યુસ્ટનમાં અશ્વેત વર્ગની સિગ્મા ગામા રોની બેઠકમાં કહ્યું, “હું માત્ર એટલું જ કહેવા માંગુ છું કે અમેરિકન લોકો આના કરતાં વધુ સારા નેતાને લાયક છે. અમેરિકન લોકો એવા નેતાને લાયક છે જે સત્ય બોલે. એવા નેતા જે તથ્યોનો સામનો કરતી વખતે દુશ્મનાવટ અને ગુસ્સા સાથે પ્રતિક્રિયા આપતા નથી. અમે એવા નેતાને લાયક છીએ જે સમજે છે કે અમારા મતભેદો એવા ન હોવા જાેઈએ જે વિભાજન તરફ દોરી જાય. તે અમારી શક્તિનો આવશ્યક સ્ત્રોત છે.”

કમલા હેરિસ પ્રથમ અશ્વેત અને એશિયન-અમેરિકન વાઇસ પ્રેસિડેન્ટ છે, જેમનો જન્મ ભારતીય અને જમૈકન માતા-પિતા દ્વારા થયો છે. તેમણેે હોવર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો, જે અશ્વેત યુનિવર્સિટી છે, અને મુખ્યત્વે કાળા આલ્ફા કપ્પા આલ્ફા સોરોરીટીમાં જાેડાઈ હતી. ૨૦૧૭માં સેનેટમાં પ્રવેશ્યા પછી, તે કોંગ્રેસનલ બ્લેક કોકસની સભ્ય બની. વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરીન જીન-પિયરે જણાવ્યું હતું કે 'કોઈને તે કોણ છે, કેવી રીતે ઓળખે છે તે કહેવાનો કોઈને અધિકાર નથી’.

ન્યૂયોર્કના પ્રતિનિધિ રિચી ટોરેસે સવાલ કર્યો છે કે 'ડોનાલ્ડ ટ્રમ્પને અશ્વેતોના નેતા તરીકે કોણે નિયુક્ત કર્યા?’ તેણે પહેલા ટ્રમ્પ પર 'જાતિવાદી’ હોવાનો આરોપ લગાવ્યો હતો. ટ્રમ્પનો પોતાના વિરોધીઓ પર જાતિના આધારે હુમલો કરવાનો ઈતિહાસ રહ્યો છે. તેમણે દેશના પહેલા અશ્વેત રાષ્ટ્રપતિ બરાક ઓબામા પર અમેરિકામાં જન્મેલા ન હોવાનો ખોટો આરોપ લગાવ્યો હતો. ટ્રમ્પે તેમના રિપબ્લિકન હરીફ નિક્કી હેલી પર ખોટો દાવો કરીને હુમલો કર્યો કે તે રાષ્ટ્રપતિ બની શકે નહીં કારણ કે તેના માતાપિતા તેના જન્મ સમયે યુએસ નાગરિક નહતાં.

ટ્રમ્પની ઈમેજ એવા નેતા તરીકેની છે જે પોતાની અભદ્ર ભાષા માટે જાણીતાં છે. ટ્રમ્પ તેમના જુઠ્ઠાણા માટે પ્રખ્યાત છે. ટ્રમ્પ વિશે એ વાત પ્રસિદ્ધ છે કે તેઓ જૂઠું બોલે છે, એટલું જ નહીં, પણ બેશરમીથી બોલે છે.

જૂન ૨૦૧૭માં 'ન્યૂયોર્ક ટાઈમ્સે’ ટ્રમ્પના જૂઠાણા અને ખોટા તથ્યોની યાદી પ્રકાશિત કરી હતી. અખબારે લખ્યું હતું કે અમેરિકાના ઈતિહાસમાં એવો કોઈ રાષ્ટ્રપ્રમુખ નથી મળ્યો જેણે જૂઠું બોલવામાં આટલો સમય બગાડ્યો હોય. અમેરિકાના તમામ મીડિયા હાઉસે રાષ્ટ્રપતિ બન્યા બાદ ટ્રમ્પના ૧૦ હજારથી વધુ જુઠ્ઠાણાઓનું સંકલન કર્યું છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution