વોશિંગ્ટન-
અમરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમેરિકી સૈન્ય જનરલોએ મને કહ્યું કે બેરુતની ઘટના એક વિસ્ફોટ નહીં, પરંતુ એક હુમલો છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે. અમારા સૈનિકોને લાગે છે કે મંગળવારે બેરુતમાં જે વિસ્ફોટ થયો તે એક બોમ્બ હુમલો છે. જેમાં 70 કરતાં પણ વધારો લોકોના મોત થયાં છે. મેં અમારા કેટલાક જનરલો સાથે મુલાકાત કરી ત્યારે તેમણે કહ્યું કે, આ કોઈ પણ પ્રકારનો વિસ્ફોટ નથી, એક બોમ્બ હુમલો છે.
લેબનાનની રાજધાની બેરૂતમાં મંગળવારે એક જોરદાર ઘાતક વિસ્ફોટ થયો હતો. જેમાં લગભગ 73 લોકોના મોત થયા છે, જ્યારે 3700થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયાં છે. લેબનાનની રાજધાની બેરૂતમાં મંગળવારે જોરદાર વિસ્ફોટ થયો હતો. જેને લોકોને હચમચાવી નાખ્યાં છે. આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે, શહેરના અનેક ભાગોમાં ધરતી ધ્રુજી હતી. સ્થાનિક લોકોએ જણાવ્યું કે, આ ધમાકાને લીધે મકાનોની બારીના કાચ પણ તૂટી ગયા હતાં.