વાશિંગ્ટન,
વિશ્વભરમાં કોરના સંક્રમણના અત્યાર સુધીમાં ૮૪ લાખ ૮ હજાર કેસ નોંધાયા છે. જેમા ૪ લાખ ૫૧ હજાર ૪૬૨ લોકોના મોત થયા છે. ૪૪ લાખ ૧૮ હજાર લોકોને સારવાર પછી રજા અપાઈ છે. કઝાખસ્તાનના ૭૯ વર્ષના પૂર્વ રાષ્ટપતિ અને લીડર ઓફ ધ નેશન નૂરસુલ્તાન નજરબાયેવનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તેઓ આઈસોલેશનમાં છે. એક નિવેદનમાં કહેવાયું છે કે ચિંતા કરવાની જરૂર નથી. તેઓ ઘરેથી કામ કરી રહ્યા છે.પેરુમાં પોઝિટિવ કેસ ઈટાલી કરતા વધારે થઈ ગયા છે. હોંગકોંગમાં ૬ મહિના પછી ડિઝનીલેન્ડ ખુલ્યું છે. મહામારીના કારણે જાન્યુઆરીમાં તેને બંધ કરાયું હતું.
અમેરિકામાં અત્યાર સુધીમાં ૨૨ લાખ ૩૪ હજાર ૪૭૫ કેસ નોંધાયા છે. જેમા ૧.૨૦ લાખ લોકોના મોત થયા છે. ૯.૧૯ લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. અમેરિકાના રાષ્ટપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, દેશમાં બીજીવાર લોકડાઉન નહીં લાગુ કરીએ. ટેક્સાસ, ફ્લોરિડા, એરિજાના, ઓક્લાહોમા જેવા ઘણા રાજ્યોમાં સંક્રમણના કેસ બીજીવાર વધી રહ્યા છે. અમેરિકામાં ૨૪ કલાકમાં ૮૦૯ લોકોના જીવ ગયા છે, જ્યારે ૨૬ હજારથી વધારે નવા કેસ નોંધાયા છે. બ્રાઝીલમાં ૯ લાખ ૬૦ હજાર ૩૦૯ કેસ નોંધાયા છે અને ૪૬ હજાર ૬૬૫ લોકોના મોત થયા છે.