વોશિંગ્ટન-
અમેરીકામાં છેલ્લા કેટલાંક દિવસોથી ચાલી રહેલી પ્રમુખપદની ચૂંટણીની જટીલ પ્રક્રિયા પૂરી થયા બાદ હવે સંસદ જ્યારે નવા ચૂંટાયેલા ડેમોક્રેટીક પાર્ટીના ઉમેદવાર જાે બાયડેનના નામ પર મહોર મારવા જઈ રહી છે, ત્યારે હાર ભાળી ગયેલા અને તેથી હતાશામાં આવીને ચારેબાજુ તોડફોડ કરી રહેલા રીપબ્લીકન ઉમેદવાર અને વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેકેદારોએ બુધવારે રાજધાનીમાં ઘુસી જઈને સિક્યુરીટી તોડીને સંસદભવનમાં ધસી ગયા હતા. આ તોફાની તત્વોએ સંસદભવનમાં હોબાળો કરવાની સાથે તોડફોડ પણ શરુ કરતાં પોલીસે સ્થિતીને નિયંત્રણમાં લેવા માટે બળપ્રયોગ કરવો પડ્યો હતો. આ સમગ્ર ઘટના કેટલીક તસવીરો સાથે અહીં જૂઓ-
કોંગ્રેસનું સંયુક્ત સત્ર મળવાનું હતું અને નવા ચૂંટાયેલા પ્રમુખ જાે બિડેનને માન્યતા આપવાનું હતું ત્યારે તોફાની તત્વોએ સંસદભવનમાં ઘૂસી જઈ તોડફોડ કરતાં પોલીસે આ રીતે કેટલાંક તોફાનીઓને તાબે કરવા પડ્યા હતા.
સંસદભવન ખાતે ચેમ્બરમાં ઘૂસી ગયેલા તોફાની અને ટ્રમ્પના ટેકેદારોને પોલીસે આ રીતે મનાવવા પ્રયાસ કર્યા હતા.
ચૂંટણી પરીણામોથી નારાજ અને હતાશ ટ્રમ્પ સમર્થકોએ સંસદભવનના ફર્નિચરને નુકસાન કર્યું કે કેટલીક ચીજાેને હાથમાં લઈને ચાલતી પકડી.
હાલના રીપબ્લિકન પાર્ટીના અમેરીકી પ્રમુખ ડોનાલ્ડ હારી જતાં તેમની હારને પચાવી ન શકતાં તેમના સેંકડો સમર્થકો આ રીતે રસ્તા પર ઉતરી આવ્યા હતા. કોલેજીયન વોટ્સને સ્વીકારવાનો ઈનકાર કરતા આ ટેકેદારોએ ચૂંટણી પરીણામોને પણ નકારી કાઢ્યા હતા. અમેરીકી ચૂંટણીમાં બિડેનને ૩૦૬ જ્યારે ટ્રમ્પને ૨૩૨ ઈલેક્ટોરલ કોલાજ વોટ મળ્યા હતા.
સંસદભવનમાં ઘૂસવા મથતા તોફાની તત્વોને નાથવા માટે પોલીસે છેવટે આ રીતે રીતસરની બંદુકો તાકીને તેમને ડરાવીને ભગાવ્યા હતા.
તોફાની તત્વોએ આ રીતે કમ્પાઉન્ડ વોલ પર ચઢી જઈને ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થનમાં રીપબ્લિકન પક્ષના ઝંડા લહેરાવીને હોબાળો મચાવ્યો હતો.