ટ્રમ્પ ખુરશી છોડે તે પહેલાં ચીન વિરુદ્ધ આર્થિક-રાજકીય મોરચે મોટા ર્નિણયો લે તેવી શક્યતા

વોશ્ગિટંન-

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાની ચૂંટણીમાં મળેલી હારને હજી સ્વીકારવા માટે તૈયાર નથી તેમ લાગે છે.જાેકે હરિફ ઉમેદવાર જાે બાઈડેનની જીતની સત્તાવાર જાહેરાત જ બાકી છે ત્યારે એવી આંશકા વ્યક્ત કરાઈ રહી છે કે, પોતાના બચેલા કાર્યકાળમાં ટ્રમ્પ એવુ કરી જશે જેના કારણે બાઈડે્‌નની રાષ્ટ્‌પતિ પદ સંભાળ્યા બાદની મુશ્કેલીઓ વધી જશે.

ટ્રમ્પે જાન્યુઆરી મહિનામાં વ્હાઈટ હાઉસ છોડવાનુ છે. હવે તેમના શાસનના બાકીના દિવસોમાં ટ્રમ્પ ચીન સામે આર્થિક અને રાજકીય મોરચે મોટા ર્નિણયો લઈ શકે છે. ટ્રમ્પ કોરોના માટે ચીન પર સીધો આરોપ મુકતા આવ્યા છે. તેવામાં અમેરિકાને આ મહામારીના કારણે થયેલા નુકસાનની ભરપાઈ માટે ટ્રમ્પ ચીન પર કેટલાક પ્રતિબંધો પણ લાદી શકે છે.

ચીન સાથે વાટાઘાટો કરનાર ટીમના સભ્ય અને જ્યોર્જટાઉન યુનિવર્સિટીના અધ્યાપક જેમ્સ ગ્રીનનુ કહેવુ છે કે, ટ્રમ્પ સરકારે ક્યારેય કોઈ ચોક્કસ ધારા ધોરણ બનાવ્યા જ નથઈ ત્યારે શાસન હેન્ડ ઓવર કરવાની પ્રક્રિયાને લઈને પણ ચિંતા થઈ રહી છે.ચાઈનિઝ મીડિયાના કહેવા પ્રમાણે પણ વિદેશ નીતિને લગતા ર્નિણયો માટે ટ્રમ્પને સેનેટની મંજૂરી લેવાની પણ જરુરી નથી.આ સંજાેગોમાં ટ્રમ્પ ચીન સામે કોઈ આકરો ર્નિણય કરવા પ્રેરાય તો નવાઈ નહી હોય. ટ્રમ્પ ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીના સભ્યોના વિઝા પર પ્રતિબંધ લગાવી શકે છે.આ સિવાય ૨૦૨૨માં ચીનમાં યોજાનારી વિન્ટર ઓલિમ્પિકમાં અમેરિકા ભાગ ના લે તેવો પ્રયત્ન પણ કરી શકે છે.

ટ્રમ્પ ચીનથી આયાત થતી વસ્તુઓ પર પહેલા જ જંગી એક્સપોર્ટ ડ્યુટી નાંખી ચુક્યા છે.ચીનના એપ ટિકટોક અને વી ચેટ પણ બેન કરી ચુક્યા છે અને ચીનની હુવેઈ કંપનીની ફાઈવ જી ટેકનોલોજી પર તેમણે જ અમેરિકામાં પ્રતિબંધ મુક્યો છે.ચીન પ્રત્યે અમેરિકાના લોકોની નકારાત્મક ધારણા પણ વધી છે.73 ટકા અમેરિકન ચીન માટે નકારાત્મક દ્રષ્ટિકોણ ધરાવે છે.આ સંજાેગોમાં ટ્રમ્પના લીધેલા ર્નિણયો પાછા ખેંચવા માટે પણ બાઈડેનની સરકાર માટે મોટો પડકાર હશે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution