યુએસએ:પેન્સિલ્વેનિયાની રેલીમાં હુમલા પછી ડોનાલ્ડ ટ્રમ્પ પ્રથમ વખત સોમવારે કાન પર પટ્ટો બાંધીને રિપબ્લિકન નેશનલ કન્વેશન પહોંચ્યા છે. આ દરમિયાન લોકોએ તાળીઓથી તેમનું સ્વાગત કર્યું હતું. મિલ્વૈકીમાં જ્યારે ટ્રમ્પ પહોંચ્યા તો તેમના જમણા કાન પર પટ્ટો બાધેલો હતો. તેમના સ્વાગત માટે ગોડ બ્લેસ ધ યુએસએ ગીત પણ વાગી રહ્યું હતું. ૧૩ જુલાઈએ પેન્સિલ્વેનિયાની રેલી દરમિયાન ટ્રમ્પ પર ગોળી ચલાવવામાં આવી હતી. આ હુમલામાં ગોળી ટ્રમ્પના કાનને ચીરીને નીકળી ગઈ હતી.
આ હુમલાના ૪૮ કલાક પછી રિપબ્લિકન પાર્ટીએ તેમને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ચૂંટ્યા છે. આ દરમિયાન ઇદ્ગઝ્રમાં ટ્રમ્પના પહોંચતા જ સમર્થકોએ ેંજીછ-ેંજીછના નારા લગાવ્યા હતા. સાથે જ ટ્રમ્પની જેમ હવામાં મુઠ્ઠી લહેરાવતા લોકો લડો-લડો કહેતા જાેવા મળ્યા હતા. કન્વેશન સેન્ટરથી ટ્રમ્પના જવા દરમિયાન લોકોએ વી લવ ટ્રમ્પના નારા પણ લગાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં ૫ નવેમ્બરે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી થવાની છે. આ કારણે હાલ અમેરિકામાં ઘણી રાજકીય હલચલ થઈ રહી છે. ચૂંટણી પહેલા ટ્રમ્પને રિપબ્લિકન ઉમેદવાર તરીકે ચૂંટવામાં આવ્યા છે. તેમણે જેડી વેન્સને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ ઉમેદવાર તરીકે ચૂંટ્યા છે. ટ્રમ્પે કહ્યું કે તેમણે આ ર્નિણય લાંબા વિચાર-વિમર્શ પછી અને સમજી વિચારીને લીધો છે.
ઉપરાષ્ટ્રપતિ પદ માટેની જાહેરાત પછી ૩૯ વર્ષના જેમ્સ ડેવિડ વેન્સના નામનો કોઈએ પણ વિરોધ કર્યો નહોતો. વેન્સ ૨૦૨૨માં પ્રથમ વખત ઓહાયોથી સીનેટર ચૂંટાયા હતા. તેમને ટ્રમ્પના નજીકના ગણવામાં આવે છે. જાેકે તે ટ્રમ્પ સમર્થક બનતા પહેલા ૨૦૨૧ સુધી કટ્ટર વિરોધી રહ્યાં હતા. બીજી તરફ મૂળ ભારતીયોમાં વિવેક રામાસ્વામી અને નિક્કી હેલીનું નામ હતું. જાેકે તેમને ચૂંટવામાં આવ્યા નહોતા.
તપાસ એજન્સી એફબીઆઈએ કહ્યું કે ટ્રમ્પ પર થયેલા ગોળીબારના હેતુની તપાસ કરવામાં આવી રહી છે. સૂત્રોએ ન્યુયોર્ક પોસ્ટને જણાવ્યું કે પકડાયેલા હુમલાખોર થોમસ મેથ્યુ ક્રૂક્સના ફોનમાંથી કોઈ જ સ્પષ્ટીકરણ મળ્યું નથી.