તૃપ્તિ ડિમરીને વિવિધ પ્રકારની ફિલ્મો કરવાની ઇચ્છા છે

ફિલ્મ ‘એનિમલ’માં રણબીર કપૂર સાથે કામ કર્યા બાદ તૃપ્તિ ડિમરી નેશનલ ક્રશ બની ગઈ હતી. હવે કે ૨૦૨૪માં ‘બેડ ન્યુઝ’ સાથે કોમેડી પ્રકારની ફિલ્મમાં હાથ અજમાવવા જઈ રહી છે. સાથે જ સીબીએફસીએ વિકી અને તૃપ્તિના ૨૭ સેકન્ડના ઇન્ટિમેટ સીન સહિત ૩ સીન દૂર કરાવ્યા હોવાથી ફિલ્મ અંગેની ચર્ચા વધી છે. કોમેડી ફિલ્મમાં કામ કરવાના અનુભવ વિશે વાત કરતા તૃપ્તિએ તાજેતરમાં વાત કરી હતી. તૃપ્તિએ કહ્યું,“મેં હંમેશા એવી ફિલ્મોમાં જ કામ કર્યું છે, જેમાં બહુ જ ડ્રામા હોય. પરંતુ મને લાગે છે કે એક કલાકાર તરીકે તમારે અલગ અલગ પ્રકારની ફિલ્મો કરીને તમારી જાતને પડકારતાં રહેવી ખૂબ જરૂરી છે. મને શરૂઆતથી જ કોમેડી થોડી અઘરી લાગે છે.” “એ અઘરું હતું, પણ એકંદરે મારા માટે ઘણો શીખવાલાયક અનુભવ હતો.” તેણે આ ઉપરાંત અલગ પ્રકારની એક્શન, ડ્રામા, કોમેડી અને વિવિધ પ્રકારની ફિલ્મોમાં કામ કરવાની પોતાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તૃપ્તિએ ‘બૅડ ન્યૂઝ’ની ટીમનો પણ આભાર માન્યો હતો. તેણે કહ્યું,“મારા માટે આ કામ અઘરું હતું, કારણ કે મારી સામે વિકી કૌશલ અને એમી ર્વિક જેવા ટેલેન્ટેડ કલાકારો હતા અને તેમનું કોમિક ટાઇમિંગ ઘણું સારું છું. હું ડિરેક્ટર આનંદ તિવારીની આભારી છું કે તેમણે મારામાં વિશ્વાસ મુક્યો.” આગામી દિવસોમાં કાર્તિક આર્યન અને વિદ્યા બાલન સાથે તૃપ્તિ ‘ભૂલભુલૈયા ૩’માં જાેવા મળશે. આ ઉપરાંત તે ‘વિકી વિદ્યા કા વો વાલા વીડિયો’ અને પણ તૃપ્તિ જાેવા મળશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution