6 મહાનગરપાલિકામાં 576માંથી 382નો ટ્રેન્ડ, 315માં ભાજપ આગળ, 42માં કોંગ્રેસ આગળ

અમદાવાદ-

રાજ્યની 6 મહાનગર પાલિકામાં ઓછા મતદાન બાદ મતગણતરી ચાલુ છે. ટ્રેન્ડ મુજબ તમામ મહાનગર પાલિકામાં ભાજપની જીત થશે તેવું લાગી રહ્યું છે. રાજકોટની તો 48એ 48 બેઠકો પર ભાજપ આગળ ચાલી રહી છે. સુરતમાં આપે ખાતુ ખોલાવ્યું છે 18 બેઠક પર તેના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે. જામનગરમાં પાંચ બેઠક પર માયાવતીની પાર્ટી BSP આગળ ચાલી રહી છે. અમદાવાદમાં ઓવૈસીની AIMIM 3 બેઠક પર આગળ છે. 6 મહાનગરપાલિકાની 576માંથી 382ના ટ્રેન્ડમાં 292માં ભાજપ આગળ છે, જ્યારે 42માં કોંગ્રેસ, જ્યારે 25 બેઠકોમાં AAP અને AIMIM ત્રીજો વિકલ્પ બની રહ્યું છે.અમદાવાદના 24 વોર્ડની મતગણતરી એલ. ડી. એન્જિનિયરિંગ કોલેજ ખાતે અને બાકીના 24 વોર્ડની ગણતરી ગુજરાત કોલેજ ખાતે ચાલી રહી છે. જેમાં સૈજપુર બોધા, ખોખરા, નવરંગપુરા, જોધપુર,થલતેજ અને વસ્ત્રાલમાં ભાજપની પેનલ જીતી છે. જ્યારે દરિયાપુર વોર્ડમાં કોંગ્રેસની પેનલ જીતી છે. હાલના ટ્રેન્ડમાં બહેરામપુરામાં ઓવૈસીની AIMIM 3, જ્યારે ભાજપ 65 બેઠક પર અને 10 બેઠક પર કોંગ્રેસ આગળ છે. જ્યારે જોધપુર વોર્ડના કાર્યકરો ઢોલ લઈને ઉજવણી માટે મતગણતરી પહોંચી ગયા છે.

રાજકોટમાં ભાજપે વિજય સરઘસ યોજી જશ્ન મનાવી રહ્યું છે.એશિયામાં સૌથી ઝડપથી વિકસતા સુરત મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. એસવીએનઆઈટી અને ગાંધી એન્જિનિયરીંગ કોલેજમાં મતગણતરી ચાલી રહી છે. કુલ 484 ઉમેદવારો વચ્ચે ખેલાયેલા જંગમાં ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી ટક્કર ચાલી રહી છે. ભાજપ હાલ 40 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે જ્યારે કોંગ્રેસ 10 બેઠક પર અને પાટીદારો અને પાસે કોંગ્રેસના હાર્દિકના પંજાનો સાથ છોડીને આમ આદમી પાર્ટીનું ઝાડું પકડ્યું હોય તેમ 18 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે.વોર્ડ નંબર 14,21 અને 23માં ભાજપની પેનલની જીત થઈ છે.વોર્ડ નંબર 4,13 અને16માં આમ આદમી પાર્ટીનો વિજય થયો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution