દર વર્ષે સપ્ટેમ્બર મહિનાને પોષણ માસ તરીકે ઉજવાય છે. પોષણ માસ ઉજવવાની પાછળ મુખ્ય ઉદેશ્ય એ છે કે લોકો પોષણ પ્રત્યે જાગૃત બને. પોષણ માસ ૨૦૨૪ની આ વખતની થીમ ‘સહી પોષણ દેશ રોશન’ છે. પોષણની તાતી જરૂરિયાત આપણાં દેશમાં છે. આમ જાેવા જઇએ તો દર વર્ષે આ પોષણ માસ ઉજવાય છે, પરંતુ સરકારના સઘન પ્રયાસો છતાં પણ કુપોષણ આપણો પીછો છોડતું નથી. એના મૂળભૂત કારણો જાેવા જઇએ તો મુખ્ય કારણ ગર્ભાવસ્થામાં બાળકને મળતું અપૂરતું પોષણ છે. જાે બાળકને ગર્ભમાંથી જ પૂરતું પોષણ અને સારી રોગપ્રતિકારક શક્તિ મળે તો અચૂક બાળકો કૂપોષિત થતાં અટકી શકે છે.
એનીમિયા(પાંડુરોગ) ગર્ભાવસ્થામાં થાય તો ખૂબ ગંભીર પરિણામો આપનાર હોય છે. પહેલા તો એનીમિક માતાના જીવનનું જ જાેખમ હોય છે, ઓછા વજનવાળું બાળક જન્મે છે અને જાે માતા જ એનીમિક હોય તો બાળક આગળ જતાં કૂપોષણ તેમજ નબળા માનસિક અને શારીરિક વિકાસનો ભોગ બની શકે છે. ગર્ભાવસ્થામાં થતો પાંડુરોગ એ આખા વિશ્વમાં સૌથી વધુ થતો રોગ છે. ભારત દેશમાં ૨૦ ટકા બહેનોના મૃત્યુ ગર્ભાવસ્થામાં થતાં એનેમિયાથી થાય છે. આચાર્ય ચરક મુજબ ગર્ભિણી સ્ત્રી તેલભરેલા પાત્ર જેવી હોય છે, થોડું પણ ધ્યાન ના રાખો તો જેમ તેલ ઢોળાઈ જાય તેમજ ગર્ભિણીમાં પણ એબોર્શન જેવી તકલીફો થઇ શકે છે. અત્યારના સમયમાં ગર્ભિણી અને બાળક બંનેના રોગો વધી રહ્યા છે એટલા માટે પૂરતું ધ્યાન આપવું જરૂરી છે. એક સ્વસ્થ બાળક અને સ્વસ્થ સમાજના નિર્માણ માટે જરૂરી છે.
(બોક્સ)કારણો
• આયર્નનો ભોજનમાં ઓછો સમાવેશ
• પોષણની જરૂરિયાત વધવી
• આયર્નનું શોષણ ઓછું થવું
• કોઈ કારણસર શરીરનો વપરાશ વધવો
(બોક્સ)લક્ષણો
• ચક્કર આવવા
• માથામાં દઃુખાવો થવો
• શરીર ફિક્કું/ પીળાશપડતું થઈ જવું
• હ્રદયના ધબકારા વારંવાર વધી જવા
• મોઢામાં ચાંદા વારંવાર પડવા
• ઊંઘ ના આવવી
• શરીરમાં નબળાઈ લાગવી
• પગમાં દુઃખાવો થવો
(બોક્સ)એનેમિયાના લીધે ગર્ભાવસ્થામાં શું થઈ શકે?
• અચાનક હ્રદય બંધ પડી જવું(૮ કે ૯મા મહિને)
• વારંવાર કોઈ ઇન્ફેક્ષન થવા
• ડિલિવરી વહેલી થઈ જવી
• પ્રિ એકલેમ્સીયા(બીપી ખૂબ વધી જવું)
(બોક્સ)ડિલિવરી સમયે એનેમિયા હોય તો શું થાય?
• ગર્ભાશય સંકોચાઇ જાય
• ડિલિવરી પછી ખૂબ લોહી પડી જાય
• અચાનક હ્રદય બંધ પડી જ્વું
• ધાવણ જલ્દી ના આવવું અથવા ઓછું આવવું
(બોક્સ)બાળક પર શું અસર પડે?
• પ્રી મેચ્યોર ડિલિવરી(સમય કરતાં વહેલા ડિલિવરી )
• ૈંેંય્ઇ (ૈંહંટ્ઠિ ેંીિૈહી ખ્તિર્ુંર િીંટ્ઠઙ્ઘિટ્ઠંર્ૈહ (ગર્ભમાં બાળકનો વિકાસ રુંધાઇ જવો)
• જન્મ પછી બાળકના મૃત્યુની સંભાવના વધી જવી
(બોક્સ)આયુર્વેદ શું કહે છે ?
રસ વહન નાડી સ્ત્રીની નાભીની આસપાસ ગોઠવાયેલી હોય છે જે વધતાં ગર્ભની સાથે સાથે દબાઈ જાય છે જેથી રસ ધાતુ શરીરમાં ફરી શકતી નથી અને શરીરને પોષણ મળતું નથી એટ્લે ગર્ભિણીમાં પાંડુરોગ થાય છે.
આહારજન્ય કારણો
-વધુ પડતાં ઉપવાસ
-પ્રદુષિત ભોજન(બજારનું વાસી, જંક ફૂડ વગેરે)વારંવાર લેવું
-ભૂખ કરતાં ઓછું ભોજન લેવું
-પોષણક્ષમ ના હોય તેવું ભોજન લેવું
-ખાટુ , ખારું, તીખું ભોજન વધુ લેવું
-પચવામાં ભારે, ગરમ પડે તેવું ભોજન લેવું
વિહારજન્ય કારણો
-ખૂબ કસરતવાળું કામ કરવું
-હવા અને સૂર્યપ્રકાશનું વધુ સેવન કરવું
-કોઈ પણ પ્રકારના વેગોને રોકી રાખવા
-માનસિક ચિંતા,ભય,ક્રોધ,દુઃખ
(બોક્સ)ચિકિત્સા
-ગર્ભધાન પહેલાથી જ મહિલાઓને પોષણનું મહત્વ સમજાવવું
-ગર્ભિણી માસાનુમાસિક પરિચર્યા(ગર્ભધારણાથી લઈને ડિલિવરી સુધીની સમજ)નું પાલન
-ગર્ભોપઘાતકર ભાવ(ગર્ભને નુકસાન કરનાર કારણો)થી દૂર રહેવું
-ગર્ભિણી પરિચર્યા અંતર્ગત આયુર્વેદમાં પ્રેગ્નેન્સીના દરેક મહિનામાં શું ખાવું શું ના ખાવું તેની સમજ આપેલ છે. નજીકના આયુર્વેદ સ્ત્રીરોગ નિષ્ણાત વૈદ્યને મળીને અચૂક સલાહ લેવી.
-ગર્ભાવસ્થાના મહિના પ્રમાણે યોગ્ય પ્રમાણમાં ભોજન લેવું - જે યોગ્ય પોષણ પૂરું પાડે.
-જાે સ્ત્રી આ ગર્ભિણી પરિચર્યાનું યોગ્ય રીતે પાલન કરે તો તે સમગ્ર ગર્ભાવસ્થા દરમિયાન સ્વસ્થ રહી શકે છે તેમજ સુખ પ્રસવ(નોર્મલ ડીલીવરી ) થઇ શકે છે અને એક તંદુરસ્ત બાળકને જન્મ આપી શકે છે, જે એક સ્વસ્થ સમાજ માટે જરૂરી છે.
-વેજિટેબલ સૂપ, મગનો સૂપ, દાડમ, દ્રાક્ષ વગેરેથી ભાવિત કરેલા શિંબી ધાન્યના યૂષ સાથે ૐટ્ઠીદ્બટ્ઠંૈહૈષ્ઠ દ્બીઙ્ઘૈષ્ઠૈહી આપવાથી છહ્વર્જિॅંર્ૈહ વધારે સારું થાય છે.
-લીલા પાંદડાવાળા શાકભાજી જેવા કે, પાલક વગેરેને બરાબર રાંધીને સાંજે લેવા.
-ફળ જેવાકે સફરજન, દાડમ, દ્રાક્ષ, મોસંબી, સંતરા, ચીકુ, કેરી, નાસપતિ વગેરે દિવસના ભાગે લેવા.
-સૂકો મેવા જેવા કે, કાળીદ્રાક્ષ, જરદાળુ, અંજીર, અખરોટ, પીસ્તા, કાજુ, બદામ વગેરે માત્રાનુસાર લેવું.
વૈદ્યના માર્ગદર્શનમાં આ વસ્તુઓને અનુસરવી જરૂરી છે અન્યથા નુકસાન પણ થઇ શકે છે. ગર્ભાવસ્થાના દરેક મહિનામાં ગર્ભવતી સ્ત્રીનો મુખ્ય આહાર દૂધ અને ઘી હોવો જાેઈએ. આ સાથે આયુર્વેદમાં દરેક મહિનામાં વિશેષ ઔષધિનું સેવન કરવાનું કહ્યું છે જેનાથી ગર્ભ અને ગર્ભિણી બંનેને પૂરતું પોષણ મળી રહે છે અને કોઈ તકલીફ આવતી નથી. ઘી અને માખણ વાયુનું શમન કરે છે, ભૂખ વધારે છે. ગાયના દહીંમાંથી બનાવેલું ઘી ઓછી ચરબી ધરાવે છે અને ગાયના ઘીમાં પ્રોટીન વધુ હોય છે, ચરબી ઓછી હોય છ,ે આ સિવાય ફોલિક એસીડ પણ સારા પ્રમાણમાં હોય છે,જે ભેંસના ઘી કરતા વધુ હોય છે.