ટ્રાવેલ ઈન્ફ્યુઍન્સર યુવતીનું ધોધ પર શૂટિંગ કરતાં ૩૦૦ ફૂટ ઊંડી ખીણમાં પડતાં મોત


મુંબઇ:રીલ બનાવવાની કળાએ મુંબઈ સ્થિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અનવી કામદારને નામના કમાવામાં તો મદદ કરી હતી, પરંતુ આખરે તે જીવલેણ પણ સાબિત થઈ. મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં વીડિયો બનાવતી વખતે અનવી ૩૦૦ ફૂટ ઉંડી ખીણમાં પડી ગઈ હતી. અવની કામદાર ફેમસ ટ્રાવેલ ઈન્ફ્યુએન્સર છે. તેનું ઇનસ્ટાગ્રામ પર અકાઉન્ટ છે. જેના પર તે ટ્રાવેલિંગના અનેક વીડિયો શેર કરીને ફેન્સને તમામ માહિતી આપતી હતી.

અનવીના ઇનસ્ટાગ્રામ પર ૨ લાખ અને ૫૪ હજારથી પણ વધુ ફોલોવર્સ છે. અનવી સીએ પણ હતી. તેણે ડિલોઈટ નામની કંપનીમાં પણ જાેબ કરી હતી. મુંબઈની રહેવાસી અનવી કામદાર વરસાદમાં કુંભે ઝરણાના શૂટિંગ માટે પહોંચી હતી. જ્યાં તેનું દર્દનાક મોત થયું છે.

અન્વીને ફરવાનો શોખ હતો. તેણે આ ઝનૂનને પોતાની કારકિર્દી બનાવી લીધી હતી અને ઇન્સ્ટાગ્રામ પર પોતાની ટ્રાવેલ પોસ્ટના અનેક વીડિયો શેર કરતી હતી. તે દરમિયાન મુંબઈ નજીક રાયગઢ અનવી તેના મિત્રો સાથે વરસાદની મજા માણવા અને કુંભે ઝરણાના શૂટિંગ માટે ગઈ હતી. પ્રારંભિક તપાસમાં સામે આવ્યું છે કે, ૨૭ વર્ષીય રીલ સ્ટાર, તેના ૭ મિત્રો સાથે વરસાદની મજા માણવા માટે ગઈ હતી. જે દરમિયાન તેની આ મજા મોતની સજા બની ગઈ. રાયગઢના કુંભે ઝરણાની સુંદરતાને પોતાના કેમેરામાં કેદ કરતા અનવી દુર્ઘટનાનો શિકાર થઈ હતી. જેમાં તેનું મોત થયું છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution