ભૂલથી ખોટા યુપીઆઇ આઇડી પર રકમ ટ્રાન્સફર થઈ ગઈ? નો પ્રોબ્લેમ

આપણો દેશ ભારત હવે, ડિજિટલાઇઝેશન તરફ ખુબ જ ઝડપથી આગળ વધી રહ્યો છે. ત્યારે આ ડિજિટલ યુગમાં ચૂકવણી કરવી અને ફંડ ટ્રાન્સફર કરવું પહેલા કરતાં ખુબ જ સરળ બની ગયું છે. નાનામાં નાનો વેપારી પણ હવે, ડિજિટલ ટ્રાન્જેકશન કરતો થઇ ગયો છે. યુનિફાઇડ પેમેન્ટ્‌સ ઇન્ટરફેસ(યુપીઆઇ) ડિજિટલ ટ્રાન્ઝેક્શનની દુનિયામાં ગેમ ચેન્જર બન્યું છે. જેના પગલે છેલ્લા કેટલાક વર્ષોમાં ડિજિટલ પેમેન્ટનો ટ્રેન્ડ ખુબ જ ઝડપથી વધી રહ્યો છે. હવે, ક્યુઆર કોડ સ્કેન કરીને, પૈસાની લેવડદેવડ થોડીક સેકન્ડમાં થઈ જાય છે. જૂન ૨૦૨૪માં ભારતમાં યુપીઆઇ દ્વારા ૧,૩૮૮ કરોડ વ્યવહારો થયા હતાં. આ સમયગાળા દરમિયાન કુલ રૂ.૨૦૦૭ લાખ કરોડની રકમ ટ્રાન્સફર થઇ હતી. વાર્ષિક ધોરણે વ્યવહારોની સંખ્યામાં ૪૯ ટકાનો વધારો નોંધાયો છે. યુપીઆઇએ માત્ર ડિજિટલ પેમેન્ટ કરવાની સુવિધા જ નથી આપી, પરંતુ રોકડની જરૂરિયાતને પણ લગભગ પૂર્ણ કરી છે. આવા સંજાેગોમાં યુઝર ઉતાવળમાં અથવા બેદરકારી કે સામાન્ય ભૂલના કારણે ખોટા યુપીઆઇ આઇડી પર રકમ ટ્રાન્સફર કરી દે તો પછી ચિંતા ઉભી થાય છે રકમ પાછી મેળવવાની. આજના આ લેખમાં આપણે જાણીશું કે ખોટા યુપીઆઇ આઇડી પર થયેલા ટ્રાન્જેકશનની રકમ પરત કઇ રીતે મેળવી શકાય.

ખોટા યુપીઆઇ આઇડી પર રકમ ટ્રાન્સફર થવાના કારણો

ખોટા યુપીઆઇ આઇડી પર પૈસા મોકલવા માટે ઉતાવળ અને બેદરકારી મુખ્ય કારણ છે. તે ઉપરાંત યુઝરની સામાન્ય ભૂલના કારણે ઘણી વખત ખોટા યુપીઆઇ આઈડી કે નંબર પર રકમ ટ્રાન્સફર થઇ જતી હોય છે. તેમજ યુઝરની ટાઇપિંગ ભૂલ, રીસીવરની ગેરસમજના કારણે પણ ખોટા આઇડી પર રકમ ટ્રાન્સફર થતી હોય છે. બીજા કારણોમાં એક સમાન યુપીઆઇ આઈડી હોવા, એક જ સ્થળ પર એક કરતા વધારે કયુઆર કોડ હોય ત્યારે ખોટા ક્યુઆર કોડને સ્કેન કરવું વિગેરે કારણો પણ છે. કેટલીક વખત તો સ્કેમર્સ દ્વારા કૌભાંડ કરવા માટે જાણી જાેઇને ખોટું યુપીઆઇ આઇડી કે પછી ખોટો કયુઆર કોડ આપતા હોય છે. તેમજ યુપીઆઇ એપના સર્વરમાં ખામીના કારણે પણ કેટલીક વખત સમસ્યા સર્જાય અને ખોટા આઇડી પર પેમેન્ટ થઇ જતું હોય છે.

રકમ પાછી મેળવવા શું શું કરી શકાય?

- સૌથી પહેલા ૧૮૦૦ ૧૨૦૧ ૭૪૦ પર ફરિયાદ નોંધાવો.

- બેન્કમાં જઇ તમામ જરૂરી માહિતી સાથે અરજી કરો અને જરૂરી દસ્તાવેજી પુરાવા આપો

- રંંॅજઃ//હ્વિૈ.ર્ખ્તિ.ૈહ/જીષ્ઠિૈॅંજ/ર્ઝ્રદ્બॅઙ્મટ્ઠૈહંજ.ટ્ઠજॅટ પર ફરિયાદ નોંધાવો

- યુપીઆઇ એપ્લિકેશનની કસ્ટમર કેરને ભૂલભરેલા વ્યવહારોની જાણ કરો.

- બેન્કની ગ્રાહક સેવા અથવા યુપીઆઇ એપના પ્રતિસાદથી સંતુષ્ટ ન હોવ, તો બેંકિંગ લોકપાલમાં ફરિયાદ કરો.

- યુપીઆઇ એપના કસ્ટમર દ્વારા સમસ્યાનું નિરાકરણ ન આવે તો એનપીસીઆઇના પોર્ટલ પર ફરિયાદ કરો.

બોક્સ

એનપીસીઆઇના પોર્ટલ પર ફરિયાદની પ્રક્રિયા

- એનપીસીઆઇની વેબસાઇટ રંંॅજઃ//ુુુ.હॅષ્ઠૈ.ર્ખ્તિ.ૈહ/ પર જાઓ.

- વેબસાઇ પર ગેટ ઇન ટચના વિકલ્પને પસંદ કરો.

- જે બાદ તમારુ નામ, ઇ-મેઇલ આઇડી સહિતની તમામ જરૂરી માહિતી આપો.

- જે બાદ વિવાદ નિવારણ વિકલ્પને પસંદ કરો

- જે હેઠળ વ્યવહારની વિગતો જેવી કે, યુપીઆઇ ટ્રાન્ઝેક્શન, આઇડી, રકમ, ટ્રાન્સફરની તારીખ સહિતની માહિતી આપો

- જે બાદ કારણ પુછવામાં આવે ત્યારે ખોટી રીતે બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફરનો વિકલ્પ પસંદ કરો.

- એપ્લીકેશન સબમીટ કરો

શું છે આરબીઆઇની નવી ગાઇડલાઇન?

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે આરબીઆઇ દ્વારા ભૂલથી ખોટા યુપીઆઇ આઇડી પર રકમ ટ્રાન્સફર થવાના કિસ્સામાં નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. જે અનુસાર માત્ર ૪૮ કલાકમાં જ રકમ તમારા એકાઉન્ટમાં રિફંડ થઇ જાય છે. પરંતુ ૪૮ કલાકમાં ફરિયાદ કરવી જરૂરી છે. જે બાદ થયેલી ફરિયાદમાં રકમ પરત મળવાની ગેરંટી હોતી નથી. તેમ છતાં પણ યુઝર આરબીઆઇની ઓમ્બડ્‌સમેન સ્કીમ ફોર ડિજીટલ ટ્રાન્જેકશન, ૨૦૧૯ના નિયમ ૮ હેઠળ લોકપાલમાં ફરિયાદ નોંધાવી શકે છે. જેની માટે નેટ બેકિંગ અથવા યુપીઆઇ એપ પરથી આવેલા એમાઉન્ટ ડેબિટ નોટિફિકેશનના મેસેજને સાચવી રાખવા જરૂરી છે. જે મેસેજમાં પીપીબીએલ નંબર હોય છે. જે રિફંડ મેળવવા માટે જરૂરી છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution