માંડવી, માંડવી આરોગ્ય વિભાગ દ્વારા નગર તેમજ તાલુકાનાં પ્રજાજનોને કોરોના વેક્સિંગ મૂકવાની પૂર્વ તૈયારીઓ શરૂ કરાય. જેનાં ભાગ રૂપે આરોગ્ય ખાતાનાં તમામ સ્ટાફને વેક્સિન મૂકવા બાબત તેમજ તેના માટે રાખવાની સાવચેતી ઓ વિશે પ્રોજેકટર નાં માધ્યમથી તાલીમ અપાય. આ તાલીમ માંડવી આરોગ્ય વિભાગ કચેરી ખાતે તેમજ પી.એચ.સી. સેન્ટરોમાં આપવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર માંડવી તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. રાજુભાઈ ચૌધરી ને ઉચ્ચ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલ આદેશ અનુસાર કોરોના વાયરસથી રક્ષણ મેળવવા મુકવામાં આવતી વેક્સિન મૂકવાની પૂર્વ તૈયારીઓ શરૂ કરવામાં આવી રહેલ છે. જેમાં આરોગ્ય વિભાગનાં તમામ સ્ટાફ જેમકે આશા વર્કર, આંગણવાડી વર્કર, મેલ - ફિમેલ હેલ્થ વર્કર, મેલ - ફિમેલ સુપરવાઈરને પ્રોજેકટરૈંનાં માધ્યમથી ટ્રેનિંગ આપવામાં આવી હતી. તેમજ નેશનલ લેવલે વેક્સિંગની ટ્રાયલ કરી આ વેક્સિંગ સંપૂર્ણ સુરક્ષિત અને તેની કોઈ આડઅસર ન થતાં પુણે ઇન્સ્ટિટ્યૂટ રિસર્ચ સેન્ટર દ્વારા જણાવવામાં આવતા તમામ સ્ટાફને વેક્સિંગ સુરક્ષિત હોવાનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ આ વેક્સિન ફરજીયાત રહેશે નહી. તેમજ કેન્દ્ર સરકાર દ્વારા સૂચવેલ હાલની ગાઈડ લાઈન મુજબ હેલ્થ વર્કરો દ્વારા નગર તેમજ તાલુકામાં જઈ જે લોકો વેક્સિન મુકવા ઇચ્છતા હોય તેઓનું રજીસ્ટ્રેશન કરી તેઓને મફત વેક્સિન મુકી આપવાનું જણાવવામાં આવ્યું હતું. આ તાલીમ માંડવી તાલુકા આરોગ્ય વિભાગની કચેરી ખાતે માંડવી તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. રાજુભાઈ ચૌધરી અને પી.એચ.સી. સેન્ટર ખાતે ડોકટરોની ઉપસ્થિતિમાં આપવામાં આવી હતી.