રીલીઝ થયું 'ભુજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા'નું ટ્રેલર, કચ્છના માધાપરની 300 વીરાંગનાઓની વાત રજૂ કરે છે ફિલ્મ

મુંબઈ-

બોલીવૂડ સ્ટાર અજય દેવગન અને સોનાક્ષી સિંહાની આગામી ફિલ્મ 'ભુજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા' નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ટ્રેલર દેશભક્તિના સંવાદોથી ભરેલું છે. જબરદસ્ત એક્શન અને ફાઇટર પ્લેનના દ્રશ્યો રોમાંચિત બનાવે તેવા છે. અજય દેવગને પોતાના ઇન્સ્ટાગ્રામ પર પ્રોમા વીડિયોનું  ટ્રેલર શેર કર્યું છે. તેણે કેપ્શનમાં લખ્યું છે કે ;જ્યારે બહાદુરી તમારી ઢાલ બને છે, ત્યારે દરેક પગલું વિજય તરફ દોરી જાય છે. અત્યાર સુધીની લડાયેલી મહાન યુદ્ધની કથાઓનો અનુભવ કરો'. ફિલ્મ 'ભુજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા' ભારતીય વાયુસેનાના બહાદુર અધિકારી વિજય કર્ણિકની વાર્તા કહે છે. પાકિસ્તાન હુમલા સમયે તે ભુજ એરપોર્ટનો હવાલો સંભાળી રહ્યાં હતાં. આ ફિલ્મમાં કચ્છના માધાપર નજીકના ગામની 300 મહિલાઓની મદદથી આ હુમલા પછી તેમણે કેવી રીતે આખું એરબેઝ ફરીથી બનાવ્યું હતું, તે દર્શાવવામાં આવી રહ્યું છે.સંજય દત્ત પણ જોવા મળે છે. આ ફિલ્મમાં અજય દેવગણ ઉપરાંત સંજય દત્ત અને શરદ કેલકર પણ જોરદાર ભૂમિકામાં જોવા મળશે. ટ્રેલરમાં સોનાક્ષી સિંહા નાની ભૂમિકામાંં છે. તે ઉપરાંત નોરા ફતેહી પણ એક અલગ પાત્ર ભજવતી જોવા મળશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution