શોભિતા ધુલીપાલા ફરી એક વખત ઓટીટી પર જાેવા મળશે, તેની આવનારી ફેમિલી ડ્રામા ફિલ્મ ‘લવ, સિતારા’નું ટ્રેલર ગુરુવારે લોંચ થઈ ચૂક્યું છે. આ ફિલ્મમાં શોભિતા એક નોનગ્લેમર રોલમાં જાેવા મળશે. જેમાં તે એક કેરાલાની છોકરીના રોલમાં છે, જે એક પંજાબી શેફના પ્રેમમાં પડે છે. જેઓ લગ્ન કરવાનો ર્નિણય લે છે, પરંતુ બંનેના પરિવારોની અલગ સંસ્કૃતિ અને રહેણી કરણીના કારણે તેમની ડિસફંક્શનલ ફેમિલી નવા નવા પ્રશ્નો ઊભા કરે છે, અને તેની શાંતિ છીનવાઈ જાય છે. ટ્રેલર પરથી અંદાજ આવે છે કે તારા એટલે કે શોભિતા એક સ્વતંત્રપણે જીવવામાં માનતી ઇન્ટેરીઅર ડિઝાઇનરના રોલમાં છે, જેને ક્યારેય લગ્ન કરવા નહોતા. તે અર્જૂન એટલે કે રાજીવને મળે છે, જે એક શેફ છે અને આંતરરાષ્ટ્રિય સ્તરે સફળ થવા માગે છે. એક અનિશ્ચિત પરિસ્થિતિમા તેમની સામે લગ્નનો પ્રસ્તાવ આવે છે. તારાના ઘરમાં લગ્નની તૈયારીઓ શરૂ થઈ જાય છે, તેની સાથે ધીરે ધીરે પરિવારના વર્ષાેથી ધરબાયેલાં રહસ્યો પણ બહાર આવતા થાય છે. તેના પિતાને કોઈ સાથે અફેર હોવાનું તેની માતા જાણતા હોવા છતાં મૌન હોવાની તેને જાણ થાય છે. ત્યારે તેને પોતાના લગ્ન વિશે પણ ડર લાગવા માંડે છે. આમ આ ફિલ્મમાં મોડર્ન રિલેશનશીપના પડકારો, પરિવારની અપેક્ષાઓનો ભાર અને કડવા સત્યનો સામનો કરવાની હિંમત જેવી બાબતો સ્ટોરીમાં વણી લેવાઈ છે. આ રોલ વિશે શોભિતાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું,“મને આ રોલ કરવાનું મન એટલા માટે થયું કે તેમાં પોતાની શરતોને છોડીને કોઈ પણ સ્થિતિમાં ઇમાનદાર થવાની, હિંમત છે. તે દિલથી પોતાના પરિવારને ચાહે છે અને છતાં પોતે જે માને છે તેના માટે ખડી પણ થાય છે, ભલે તે સહેલું ન હોય તો પણ. તારાની ડિગ્નિટી તેમજ વાસ્તવિકતા સાથે કોઈ પણ સ્ત્રી પોતાની જાતને જાેડી શકશે. અમે કોવિડ લોકડાઉન દરમિયાન આ ફિલ્મનું શૂટ કેરાલામાં કર્યું હતું, ત્યારે અમારી સામે પણ ઘણા પડકારો હતા. અમારી સમગ્ર કાસ્ટ અને કલાકારોને જે રીતે આ વાર્તા સ્પર્ષી ગઈ તે રીતે દર્શકોને પણ ગમશે તેવી આશા છે.” આ ફિલ્મમાં સોનાલી કુલકર્ણી, બી જયશ્રી, વર્જિનિયા રોડ્રીગ્ઝ, સંજય ભુતિયાણી, તમારા ડિસોઝા, રિજુલ રાય જેવા કલાકારો પણ છે, આ ફિલ્મ ૨૭ સપ્ટેમ્બરથી ઝી૫ પર સ્ટ્રીમ થશે.