વારંવાર કોલ કરીને હેરાન કરનારી ટેલીમાર્કેટિંગ કંપનીઓ વિરુદ્ધ ટ્રાઇએ કડક વલણ અપનાવ્યું


વારંવાર કોલ કરીને હેરાન કરનારી ટેલીમાર્કેટિંગ કંપનીઓ વિરુદ્ધ ટ્રાઇએ કડક વલણ અપનાવતા મંગળવારે ટેલિકોમ કંપનીઓને મેસેજિંગ સેવાઓના દુરુપયોગને રોકવા અને યુઝર્સને છેતરપિંડીથી બચાવવા માટે વિશેષ પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (્‌ઇછૈં) એ અનિચ્છનીય સ્પામ કૉલ્સ અને મેસેજ સામે આક્રમક વલણ ચાલુ રાખીને સ્પષ્ટતા કરી છે કે ૧ સપ્ટેમ્બર, ૨૦૨૪થી તમામ ટેલિકોમ કંપનીઓને ેંઇન્, ર્ં્‌્‌ લિંક્સ અથવા કૉલ બેક નંબર ધરાવતા મેસેજને ટ્રાન્સમિટ કરવાથી પ્રતિબંધિત કરવામાં આવશે જેને પ્રેષકો દ્વારા અધિકૃત છે. ટ્રાઈએ ૧ નવેમ્બરથી પ્રેષકથી લઈને પ્રાપ્તકર્તા સુધીના તમામ મેસેજના સ્ત્રોતને ટ્રેસ કરવાનું ફરજિયાત બનાવ્યું છે. અપરિભાષિત અથવા મેળ ન ખાતી ટેલિમાર્કેટર શ્રેણીવાળા મેસેજને અસ્વીકાર કરી દેવામાં આવશે.

્‌ઇછૈં એ પ્રમોશનલ સામગ્રી તરીકે ટેમ્પ્લેટ્‌સનો દુરુપયોગ અટકાવવા માટે શિક્ષાત્મક પગલાં પણ લીધા છે. ખોટી શ્રેણી હેઠળ નોંધાયેલ સામગ્રીને બ્લેકલિસ્ટ કરવામાં આવશે. વારંવાર ઉલ્લંઘનના કિસ્સામાં મોકલનારની સેવાઓ એક મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવશે.પગલાંને અમલમાં મૂકવા માટે નિર્દેશ જાહેર કરીને ્‌ઇછૈંએ જણાવ્યું હતું કે, ટેલિકોમ કંપનીઓએ ૩૦ સપ્ટેમ્બર સુધીમાં ૧૪૦ શ્રેણીથી શરૂ થતા ટેલિમાર્કેટિંગ કૉલ્સને ઑનલાઇન ડ્ઢન્‌ (ડિસ્ટ્રિબ્યુટેડ લેજર ટેક્નોલોજી) પ્લેટફોર્મ પર લાવવા પડશે જેથી કરીને તેનું વધુ સારી રીતે નિરીક્ષણ કરી શકાય. વાસ્તવમાં અગાઉ ટ્રાઈએ તમામ એક્સેસ પ્રૉવાઈડર્સને તાત્કાલિક અસરથી પ્રમૉશનલ કૉલ બંધ કરવા જણાવ્યું હતું. આ કૉલ પ્રી-રેકોર્ડેડ હોય કે કૉમ્પ્યુટર જનરેટેડ હોય, તેને રોકવા માટે સૂચના આપવામાં આવી છે. આ ર્નિણય અનરજિસ્ટર્ડ ટેલિમાર્કેટર્સ (ેં્‌સ્જ) દ્વારા કરવામાં આવેલા કોલને લઈને લેવામાં આવ્યો છે. સાથે જ આમાં સ્પામ કૉલ પણ સામેલ કરવામાં આવ્યા છે.

ટેલિકૉમ રેગ્યૂલેટરે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, "અનરજિસ્ટર્ડ સેન્ડર/અનરજિસ્ટર્ડ ટેલિમાર્કેટર્સ તરફથી આવતા તમામ પ્રમૉશનલ વૉઇસ કૉલ્સ તરત જ બંધ કરી દેવા જાેઈએ. જીૈંઁ/ઁઇૈં/કોઈ અન્ય ટેલિકોમ સંસાધનનો ઉપયોગ કરીને કૉલ કરવા પર પ્રતિબંધ મૂકવો જાેઈએ. આવું એટલા માટે કેમ કે આનાથી યૂઝર્સને ખુબ પરેશાનીઓ થાય છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution