વડોદરા : શહેરમાં મોન્સુન બ્રેકના કારણે ફરીથી તાપમાનમાં વધારો થતા શહેરીજનોમાં બફારાની સ્થિતી જાેવા મળી હતી.ગરમી અને ઉકળાટની સાથે તાપમાનમાં ૧.૬ સેન્ટીગ્રેડ ડીગ્રીનો વધારો જાેવા મળ્યો હતો.બે દિવસથી સતત તડકો અને સાંજ દરમ્યાન ઝીણાં છાટાં આવવાના કારણે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યોછે ત્યારે શહેરમાં રોગચાળાએ પણ જાેર પકડયું હોવાથી શહેરના વિવિધ વિસ્તારમાં મચ્છરજન્ય રોગોનો ફેલાવો વધ્યોેછે. આજે શહેરમાં મહત્તમ તાપમાન ૩૩.૬ સેન્ટીગ્રેડ ડીગ્રી તેમજ લધુત્તમ તાપમાન ૨૭.૨ સેન્ટીગ્રેડ ડીગ્રી તાપમાન જાેવા મળ્યું હતું. વાતાવરણમાં વહેલી સવારે ભેજનું પ્રમાણ ૭૭ ટકા જ્યારે સાંજે ૫૭ ટકા નોંધાયું હતું. વાતાવરણમાં હવાનું દબાણ ૧૦૦૨.૨ મિલીબાર્સ જાેવા મળ્યું હતું. દક્ષિણ – પશ્ચિમ તરફથી ૬ કી.મી. પ્રતિકલાકની ઝડપે પવન ફુંકાયા હતા.