સુરેન્દ્રનગર-
સુરેન્દ્રનગર જિલ્લામાં ગળેફાંસો ખાવાના બનાવો પણ વધતા જઈ રહ્યા છે ત્યારે ખાસ કરી પ્રેમ પ્રકરણમાં પ્રેમીઓ દ્વારા અવાર-નવાર આવા બનાવો આચરવામાં આવતા હોય છે ત્યારે વધુ એક સુરેન્દ્રનગર જિલ્લાના દેદાદરા ગામ ની સીમ માં આવો બનાવ સામે આવ્યો છે લખતર તાલુકામાં વસવાટ કરતા પ્રેમી પંખીડાઓએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી મોતને વ્હાલું કરી નાખયુ છે. ત્યારે વઢવાણ તાલુકાના દેદાદરા ગામની સીમમાં ઝાડ ઉપર પ્રેમી પંખીડાએ ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કર્યાની વઢવાણ પોલીસને જાણ થતા ઘટના સ્થળે પોલીસ જ તપાસ હાથ ધરી હતી.વઢવાણ તાલુકાના દેદાદરા ગામની સીમમાં એક યુવતી અને યુવક ઝાડ ઉપર લટકતા હોવાની બાતમી વઢવાણ પી.એસ.આઇ.ડી.ડી. ચુડાસમાને મળતાની સાથે જ પોલીસ કાફલો તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી હતી.પોલીસે બંન્નેને ઝાડ ઉપરથી ઉતારીને હોસ્પીટલમાં પી.એમ.માટે લઇ જઇ ઓળખ શરૂ કરી હતી.જેમાં આ બંન્ને લખતરના હોવાનુ અને બે માસ પહેલા જ મૈત્રી કરાર કર્યા હતા હોવાનુ સામે આવ્યુ હતુ.
આ બંન્નેની ઓળખ કરતા શહયોગ વિધ્યાલયની પાછળ લખતર બોલીયા રમેશ તુલસીદાસ અને વિરમગામી મીરાબેન પરભુભાઇ હોવાનું જાણવા મળ્યુ હતુ. આમ મૈત્રી કરાર કર્યા શા માટે બંન્નેએ એક સાથે આત્મહત્યા કરી એ બાબતની આગળની તપાસ વઢવાણ પોલીસ ચલાવી રહી છે. ઉલ્લેખનીય છે કે હાલમાં બંનેની લાખને પોલીસ દ્વારા પીએમ અર્થે ખસેડવામાં આવી છે અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.