રાજકોટમાં મવડી રોડ ઉપર કાર કૂવામાં ખાબકતા એકનું કરૂણ મોત

રાજકોટ, રાજકોટમાં રવિવારના રોજ મવડી રોડ પર એક કાર કૂવામાં ખાબકી હતી. જેમાં કારચાલકનું મોત થયું છે. જયારે કારમાં સવાર બે વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો છે. હાલ ફાયર બ્રિગેડના સ્ટાફ દ્વારા કારને કુવામાંથી બહાર કાઢવામાં આવી છે. આ ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર મવડી રોડ પાસે એક લકઝરી કાર કુવામાં ખાબકી હતી. જ્યાં કારચાલક અજય પીઠવાનું ઘટના સ્થળે મોત થયું છે. જયારે કારમાં સવાર હિરેન સિદ્ધપુરાનું અને વિરલ સિદ્ધપુરાનો બચાવ થયો છે. જેને પગલે ફાયર બ્રિગેડના સ્ટાફ દ્વારા કારને ક્રેન વડે કુવામાંથી બહાર કાઢવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આજથી ૨૦ દિવસ પહેલા મોરબીમાં આવો જ બનાવ બન્યો હતો. જેમાં મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવતા કણકોટ ગામ પાસે કૂવામાં ઇકો કાર ખાબકી હતી, જેથી કરીને એક જ પરિવારના બે મહિલા અને બે બાળકો આમ કુલ મળીને ચાર વ્યક્તિના ઘટના સ્થળે મોત નિપજયા હતા. જાેકે કારચાલક અકસ્માત સર્જાયા બાદ ઘટના સ્થળેથી નાસી ગયો હતો. જેથી કરીને હાલમાં અમદાવાદના વૃદ્ધે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ઇકો કારના ચાલકની સામે ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution