કહિરા
રાજધાનીમાં રવિવારે એક ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. જેમાં, 11 જેટલા લોકોનાં મોત અને 98 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. અધિકારીઓએ માહિતી આપી હતી કે, રેલ્વે ઑથોરિટીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, ઉત્તરમાં કાલુબિયા પ્રાંતના કહિરાથી બાન્હા શહેર જતા ટ્રેનનાં 8 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.આ દુર્ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
જેમાં, ટ્રેનના ડબ્બા ઉલટા થઈ ગયા છે અને પ્રવાસીઓ ડબ્બામાંથી બહાર નીકળતાં નજરે પડે છે. આ ટ્રેન ડેલ્ટામાં આવેલા મનસુરાથી ઇજિપ્તની રાજધાની કહિરા જઈ રહી હતી.આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, આ દુર્ઘટનામાં 98 લોકો ઇજાગ્રસ્ત થયા છે અને અકસ્માતનું કારણ હજુ જાણી શકાયું નથી. નોંધનીય છે કે, ગયા અઠવાડિયે પણ શારકીયા વિસ્તારમાં ટ્રેન પાટા પરથી ઉતરી જતાં 15 પ્રવાસીઓ ઇજાગ્રસ્ત થયા હતા.