ધંધુકા-બગોદરા રોડ પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, ઘટનામાં 4 લોકોના મોત

અમદાવાદ-

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓમાં દિવસે ને દિવસે સતત વધારો થઈ રહ્યો છે. આ વધી રહેલ અકસ્માતની ઘટનામાં અનેક માસૂમ લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. ત્યારે સોમવાર વહેલી સવારે અમદાવાદના ધંધુકા-બગોદરા રોડ પર એક ગોઝારો અકસ્માત ઘટના સામે આવી છે. આ ગમખ્વાર અકસ્માતમાં ચાર મહિલાનાં ઘટનાસ્થળે જ મોત થયા છે, તેમા અન્ય 4 લોકો ઘાયલ થયાના અહેવાલ છે. આ અકસ્માતની ઘટના એટલી ભયાનક હતી કે તે જોઇને ત્યાં હાજર 108 એમ્બ્યુલન્સ સેવાના મેડીકલ સ્ટાફ સહીત અન્ય સ્થાનિક લોકોની કંપારી છૂટી ગઈ હતી.

મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના ધંધુકા-બગોદરા રોડ પર આવેલા હરિપુરા પાટિયા પાસે આ ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક ઇકો કાર રોડ પર ઊભેલી ટ્રેક પાછળ ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે એમાં ઇકો કારનો ભૂક્કો થઈ ગયો હતો. કારમાં સવાર ચાર મહિલાનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. અન્ય ચાર જેટલી વ્યક્તિને ઈજા પહોંચી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ ગમખ્વાર અકસ્માતની જાણ થતાં જ ધંધુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવા સહિતની કામગીરી શરૂ કરાવી હતી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution