કાઠમંડુ-
ભારતના પાડોશી દેશ નેપાળમાં ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. જેમાં નેપાળના બૈતડી જિલ્લામાં એક ખાનગી બસ દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. આ ગંભીર ઘટનામાં અંદાજીત 9 વ્યક્તિઓના કરૂણ મોત નિપજ્યા હતા. ત્યારે બીજીતરફ લોકોની હ્રદય ફાટ રૂદન અને કારમી ચીસોના કારણે વાતાવરણ અત્યંત ગમગીન બન્યંણ હતું, નોંધનીય છે કે આ ગંભીર અકસ્માત કઈ રીતે સર્જાયો તે હજુ સુધી જાણવા મળ્યું નથી.
ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. નોંધપાત્ર છે કે 34 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઉલ્લેખનીય છે કે આ ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર હેઠળ મોકલવામાં આવ્યા હતા. નોંધનીય છે કે ઘટનાની જાણ થતા પોલીસ અને તંત્ર યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કાર્યમાં લાગ્યા છે.