મુંબઇ
બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ખરાબ સમાચાર ફરી એકવાર બહાર આવી રહ્યા છે. પીઢ અભિનેતા ઋષિ કપૂર બાદ હવે તેમના નાના ભાઈ રાજીવ કપૂરનું નિધન થયું છે. 58 વર્ષીય રાજીવ કપૂરનું હાર્ટ એટેકને કારણે અવસાન થયું છે. તેમના નિધનથી તેમના પરિવાર જ નહીં પરંતુ સમગ્ર ફિલ્મ ઉદ્યોગમાં પણ શોકનું મોજુ છે. ઋષિ કપૂર બાદ રાજીવ કપૂરનું મોત કપૂર પરિવાર માટે મોટો આંચકો છે.
અભિનેતા રાજીવ કપૂરને અચાનક હાર્ટ એટેક આવ્યો. તે જ સમયે, તેમના મોટા રણધીર કપૂરે તેને તરત જ હોસ્પિટલમાં ખસેડ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. હોસ્પિટલના તબીબોએ રાજીવ કપૂરને મૃત જાહેર કર્યા હતા. નાના ભાઈ રાજીવના મોતની પુષ્ટિ આપતાં રણધીર કપૂરે કહ્યું કે, મેં મારો નાનો ભાઈ ગુમાવ્યો છે. રાજીવનું નિધન થયું છે. રણધીર કપૂર સિવાય નીતુ સિંહે પણ સોશિયલ મીડિયા પર રાજીવની તસવીર શેર કરતી વખતે વ્યથા વ્યક્ત કરી હતી.