સાઇલેન્સરમાં સોનાથી પણ વધુ કિંમતી મેટલ પાઉડર પર તસ્કરોની નજર

ભાવિક વાઢણકર, તા. ૨૭

આખા ગુજરાત સહિત વડોદરામાં હાલ ઠેર ઠેર ઇક્કો ગાડીના સાઇલેન્સરની ચોરીના બનાવો દિવસેને દિવસે કુદકેને ભુસકે વઘતા જ જાેવા મળી રહ્યા છે. વડોદરામાં છેલ્લા પાંચ થી છ મહિનામાં ગણાય નહિ તેટલા ઇક્કો ગાડીના સાઇલેન્સરની ચોરી થવા પામી છે. જેથી ઇક્કો કારમાલીકને હાલ ગાડી સાચવવી કે પછી સાઇલેન્સર તે પ્રશ્ન તેમના માથઆના દુઃખાવા સમાન બન્યો છે.

છેલ્લ કેટલાક સમયથી આખા ગુજરાતમાંથી ઇક્કો ગાડીના સાઇલેન્સર ચોરીના બનાવો બનવા પામ્યા છે. મારુતી સુઝીકી દ્વારા પેસેન્જર અને ફેમેલિને પ્રવાસન કરવા માટે ઇક્કો ગાડી લોન્ચ કરી હતી. જે ગાડીના ઉપયોગ ફેમિલી પોતાના પ્રવાસન કરવા માટે કરતા હોય છે અને કોઈ ઇક્કો માલિક તો તેને પેસેન્જર અને સ્કુલ વર્ધી માટે પણ તેનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ હાલ કેટલાક સમથી ગુજરાત સહિત વડોદરામાં તસ્કરો દ્વારા ઇક્કો ગાડીના સાઇલેન્સરની ચોરી કરી રહ્યા છે. પોલીસ દ્વારા પણ સાઇલેન્સરની ચોરી કરનારને ઝડપી પાડતી હોય છે પરંતુ તે બીજા દિવસે જ જામીન મુકત થતા હોય છે જેથી તે આરોપીઓ રીઢા બનતા હોય છે. ગુજરાત સહિતા વડોદરામાં પણ જાણે કોઇ સાઇલેન્સર ચોરીની ગેંગ સક્રીય થઈ હોય તેવુ લોક મુખે ચર્ચાય રહ્યુ છે જેનુ કારણ છે કે શહેરી વિસ્તાર સિવાય સાઇલેન્સર ચોરી કરનાર ગેંગ ગ્રામ્ય વિસ્તારમાં પણ ચોરી કરીને પલાયન થતા હોય છે. સાઇલેન્સર ચોરી કરતી ગેંગ કે તસ્કરો દ્વારા કોઈ પણ ફોર વ્હીલરના સાઇલેન્સર નહિ ફકત ઇક્કો ગાડીના સાઇલેન્સર ચોરી કરતા હોય છે. ઇક્કો ગાડીના સાઇલેન્સરની ચોરી કરવા તસ્કરો ગણતરીની મીનીટની અંદર ચોરી કરીને ફરાર થતા હોય છે. જયારે તપાસ કરતા તસ્કરો દ્વારા કેમ ફકત ઇક્કો ગાડીના સાઇલેન્સરની ચોરી કરે છે તો માલુમ પડયુ છે કે સાઇલેન્સર ગાડીના નીચેના ભાગે હોય છે જેને સરળતાથી ચોરી કરી શકાય તે રીતે કંપની દ્વારા ગાડી બનાવવામાં આવ્યુ છે. કંપની દ્વારા સાઇલેન્સરની અંદર કેઠેલીક કન્વટર તરીકે આવેલ સ્પાર્ટસમાં કોપર ગોલ્ડ નામની પ્લેટો આવેલી હોય છે અને બે ઝાળીઓ આવેલી હોય જે કોપરની બનેલી હોય છે. જેને તસ્કરો દ્વારા આખા સાઇલેન્સરની ચોરી કરી અને એની જગ્યા પર જુનુ સાઇલેન્સર લગાવીને ફરાર થઇ જાય છે. ચોરેલા સાઇલેન્સરને તોડી કોપરની ઝાળીઓ કાઢી તેનો પાવડર બનાવાય છે. જયારે સાઇલેન્સરમાંથ કાઢેલી ઝાળીઓના કરેલા પાવડરની કિંમત ઓરીજીનલ સાઇલેન્સરના કિંમત કરતા પણ વધુ હોય છે.

અગાઉ સાઇલેન્સર ચોરી કરતી ગેંગ ઝડપાઈ હતી

અગાઉ પણ કેટલીક વખત સાઇલેન્સર ચોરીના કેસો બન્યા હતા તે સમયે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા સાઇલેન્સર ચોરી કરતી ગેંગને ઝડપી પાડી હતી તે સમયે પોલીસ તેના મૂળીયા સુધી પહોચી શકી ન્હોતી . જાે કે પોલીસ દ્વારા ઝડપી પાડેલી ગેંગના મૂળીયા સુધી પહોચી નથી કે પછી આંખ આડા કાન કર્યા હતા. જાે એ જ વખતે કડક કર્યાવાહી કરવામાં આવી હોત તો આજે સાઇલેન્સરના ચોરી ના આટલા બનાવો ન બનતા.

ચોરી રોકવા ઇક્કોના સાઇલેન્સર અન્ય ગાડીની જેમ ફિટીંગ કરવું જરૂરી ઃ મિકેનિક

ફોર વ્હીલર ગાડીના મેકેનીક દ્વારા જણાવ્યુ હતુ કે જાે ઇક્કો ગાડીના સાઇલેન્સર ચોરી કરનાર તસ્કરો દ્વારા ચોરી કરવા અટકાવવા હોય તો કંપની દ્વારા જે અન્ય ફોર વ્હીલર ગાડીમાં લગાવવામા આવતા સાઇલેન્સરની જેમ જ ગાડીના અંદરની સાઇડથી સાઇલેન્સર ફીટીંગ કરવામાં આવે તો સાઇલેન્સરની ચોરીના બનાવો અટકાવી શકાય.

માટીની કિંમત સાઇલેન્સર કરતાં વધુ

શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી ચોરી કરતી ગેંગ દ્વારા ફકત ઇક્કો ગાડીનુ સાઇલેન્સ ચોરી કરવામા આવે છે જેનુ કારણ સાઇલેન્સરમાંથી નિકળતા પાવડરની છે. તસ્કરો દ્વારા ચોરી કરવામાં આવતા સાઇલેન્સર ચોરી કર્યા બાદ તેને તોડી પાડવામાં આવે છે અને તેમાંથી નીકળતી માટી (પાવડર) સોના કરતા પણ મોંઘા ભાવે વેચવામાં આવે છે.

સાઇલેન્સરમાંથી નીકળતા પાઉડરને ખરીદનાર તેને માટીના નામે ઓળખે છે

મળતી માહીતી મુજબ તસ્કરો દ્વારા ચોરી કરવામાં આવતા સાઇલેન્સરને તોડી પાડવામાં આવતુ હોય છે. તોડીને તેમાંથી નીકળતો પાવડર ખરીદનાર તેને માટીના નામથી બોલાવે છે. માટી ખરીદનાર મોટા ભાગે ગુજરાત અને ગુજરાત બહારના લોકો આવતા હોય છે. ખરીદી કરવા આવનાર તમારી પાસે માટી છે તેમ કહી વાત શરુ કરતા હોય છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution