દેવગઢબારિયાનગરમાં કારણે ટ્રાફિકની સમસ્યા

દે.બારીયા, દાહોદ જિલ્લાના દેવગઢબારિયા નગરમાં સ્થાનિક પોલીસની ઢીલી પોચી નીતિ રીતીના કારણે ટ્રાફિક સમસ્યા દિન-પ્રતિદિન વધુ ને વધુ જટિલ બનતી જાેવા મળી રહી છેે. જેના કારણે દિવસ દરમિયાન અવારનવાર ચક્કાજામ જેવી સ્થિતિ ઊભી થવા પામે છેે. બારીયા નગરના કેટલાક મુખ્ય વિસ્તારોમાં દાહોદ તેમજ ગોધરા થી આવતા ટ્રાન્સપોર્ટના વાહનો દ્વારા પણ ટ્રાફિક જામ કરી દેવામાં આવે છેે. આ મામલે નગરજનો દ્વારા દેવગઢ બારિયા પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારીને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવ્યા છતાં જવાબદાર પોલીસ અધિકારી દેવગઢ બારીયાના નગરજનોની સમસ્યા ઉકેલવામાં વામણા પૂરવાર થયા છેે. તેવું નગરમાં ચોરે અને ચૌટે ચર્ચાઈ રહ્યું છે રોજેરોજની ટ્રાફિક સમસ્યા દેવગઢબારિયા વાસીઓનાં માથાનો દુખાવો બની જવા પામી છેે. આ ટ્રાફિક સમસ્યાના નિકાલ કરવા બાબતે નગરજનો દ્વારા દેવગઢ બારિયા પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution