ગોંડલ સૌરાષ્ટ્ર ગુજરાતના નંબર વન ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ગત રાત્રિના ડુંગળીની આવક શરૂ કરવામાં આવી હતી. જેમાં ગત રાત્રિના યાર્ડની બન્ને બાજુ ૩ કિલોમીટર સુધી ડુંગળી ભરેલા વાહનોની લાઈનો લાગી હતી. જ્યાં ડુંગળીના ૯૦ હજાર કટાની આવક જાેવા મળી છે. જેમાં નાસિક અને લાલ ડુંગળીની વધુ આવક ગોંડલ યાર્ડમાં આવે છે. સુરેન્દ્રનગર, જામનગર, ગિર સોમનાથ સહિત સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો પોતાની ડુંગળી લઈને ગોંડલ યાર્ડમાં આવે છે. ડુંગળીની ૯૦ હજાર કટ્ટાની આવક થવા પામી હતી. હરાજીમાં ડુંગળીના ૨૦ કિલોના ભાવ રૂપિયા ૩૦૦થી ૮૦૦ સુધીના બોલાયા હતા. ડુંગળી ખરીદી કરવા માટે બાંગ્લાદેશ, નેપાળ અને મલેશિયા જેવા દેશમાંથી વેપારી ડુંગળીની ખરીદી કરવા ગોંડલ યાર્ડમાં આવી પહોંચ્યા છે.