શિનોર તાલુકાનું દિવેર મઢી વડોદરા જિલ્લા નું મીની ગોવા તરીકે હાલ ખૂબ પ્રચલિત થયું છે.શિનોર ના દિવેર મઢી નજીક થી પસાર થતી નર્મદા નદી માં ઉનાળા વેકેશન માં ગરમી થી બચવા રોજે રોજ હજારો ની સંખ્યા માં લોકો અહીંયા આવી નાહવા ની મજા મજા માણે છે. વેકેશન દરમિયાન કાળજાળ ગરમી થી બચવા લોકો વોટરપાર્ક માં હજારો રૂપિયા ખર્ચી મોજ મસ્તી માણતા હોય છે જ્યારે શિનોર ના દિવેર મઢી નર્મદા નદી ખાતે કુદરત ના સાનિધ્ય માં નિઃશુલ્ક લોકો અહીંયા નાહવા ની મજા માણવા હજારો ની સંખ્યા માં ઉમટી પડે છે.મુલાકાતી ઓ વધતી સંખ્યા ના પગલે અહીંયા એક પીકનીક સ્પોટ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે.નર્મદા નદી માં સ્નાન ની સાથે સાથે દિવેર મઢી માં ઘોડે સવારી, ઉટ સવારી, બાઇક રાયડિંગ, સહિત અવનવી નાસ્તા ની રેગડીઓ સહિત ઘણી મનોરંજન ની સુવિધાઓ ઉપલબ્ધ છે.દિવેર મઢી ખાતે આખા ગુજરાત ભર માંથી લોકો ખાસ રૂઢિયા હનુમાનજી ના દર્શન કરવા આવે છે જે બાદ પરિવાર સહિત નજીક માં આવેલ નર્મદા નદી માં સ્નાન સાથે મોજ મજા માણે છે.જેના કારણે હાલ આ પીકનીક સ્પોટ વડોદરા જિલ્લા ના મીની ગોવા તરીકે ખૂબ પ્રચલિત થયું છે.અને પ્રયટકો ની સંખ્યા માં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે..