બીજિંગ: ઉત્તરી ચીનના શાંક્સી પ્રાંતમાં સ્થિત શાંગલુઓમાં વરસાદના કારણે એક પુલ તૂટી પડ્યો હતો, જેમાં લગભગ ૧૧ લોકોનાં મોત થયા હતા. મળતી માહિતી અનુસાર, આ પુલ રાત્રે લગભગ ૮.૪૦ વાગ્યે મૂશળધાર વરસાદ અને પૂરના કારણે તૂટી પડ્યો હતો. જાે કે આના લીધે આસપાસના વિસ્તારમાં ભારે ડરનો માહોલ છે. ઘટનાસ્થળે પોલીસ અને બચાવની ટીમ આવી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, પુલ તૂટી પડયો તે સમયે તે પુલ પર ખૂબ જ ટ્રાફિક હતો, જેના કારણે પુલ ધરાશાયી થતાં જ તેના પર આવતા-જતા લોકો પોતાના વાહનો સહિત પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જેના કારણે લોકોના મોત થયા હતા. ૨૦ જુલાઈની સવારે, રેસ્ક્યુ ટીમે નદીમાં પડી ગયેલા ૫ વાહનોને બહાર કાઢ્યા હતા જે બચાવ કાર્ય કરી રહી છે.
ગત ૧૬ જુલાઈથી ઉત્તર અને મધ્ય ચીનના મોટા વિસ્તારમાં અનરાધાર વરસાદ ખાબકી કર્યો છે. જેનાથી આ વિસ્તારોમાં ખૂબ નુકસાન થયું છે. ચીન દેશના ટીવી પર દેખાડાઈ રહેલા દ્રશ્યોમાં એવું જાેવા મળી રહ્યું છે કે પુલનો કેટલોક ભાગ પાણીમાં ડૂબેલો છે. આ ઘટના સિવાય પણ ચીનમાં થઈ રહેલા ભારે વરસાદથી ચીનમાં નુકસાન થયું છે. બ્રિજ ધરાશાયી થતા આઠ લોકોનાં મોત થયા છે, આ સિવાય ચીનના શાંક્સીના બાઓજી શહેરમાં વરસાદ થતા પૂર અને ભૂસ્ખલન સર્જાયું છે. જેથી ખૂબ નુકસાન થયું છે. આના લીધે ઓછામાં ઓછા પાંચ લોકોનાં મોત થયા છે તેમજ આઠ લોકો ગુમ થયા છે.